web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

‘તું અપશુકનિયાળ છે, તું અમારા દીકરા સાથે રહેવા લાયક નથી’, વડોદરામાં પતિ અને સાસુ સામે થઈ ફરિયાદ

0

દહેજ માંગી ત્રાસ ગુજારતા એન.આર.આઇ. પતિ અને સાસુ, નણંદ સામે ફરિયાદ

Updated: Oct 15th, 2023


વડોદરામાં પત્નીને મૂકીને અમેરિકા જતા રહેલા એન.આર.આઇ.પતિ તથા દહેજ માટે ત્રાસ ગુજારતા સાસુ અને નણંદ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડભોઇ રોડ પર પિયરમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં એન.આર.આઇ.પતિ કેયૂર પંડયા તથા સાસુ ઇન્દુબેન અને નણંદ કવિતા ભટનાગર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન વર્ષ – ૨૦૧૪ માં કેયૂર મનહરભાઇ પંડયા ( રહે. બીલીમોરા, જિ. નવસારી હાલ રહે. .યુ.એસ.એ.) સાથે થયા હતા.

મારા પતિ વિદેશમાં રહેતા હોવાનું કહી સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. મારા પતિ અમેરિકા ગયા પછી મારી અનેક વિનંતી પછી મને અમેરિકા લઇ ગયા હતા. ત્યાં પણ મારા પતિ મારા પર ત્રાસ ગુજારતા હતા. હું બીમાર પડું તો પણ મારી દવા કરાવતા નહતા. દોઢ વર્ષ પછી અમે પરત ભારત આવ્યા હતા. મારા પતિ મને મૂકીને અમેરિકા જતા રહ્યા હતા.

મારા સાસુએ કહ્યું હતું કે, તું અપશુકનિયાળ છે, તને બાળકો થતા નથી, તું અમારા દીકરા સાથે રહેવા લાયક નથી. તારે જે કરવું હોય તે કરી લે. અમને કોઇ ફરક પડતો નથી. અમે  પૈસાથી બધું કરાવી લઇશું.તેવું કહીને મારા પર તેઓ ત્રાસ ગુજારતા હતા.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW