જો ચાલુ વિમાનમાં ઈંધણ ખતમ થઈ જાય તો? જ્યારે બની આ ઘટના તો…

આજના સમયમાં લોકો પાસે સમય ઓછો છે. તેઓ ચાલવાને બદલે કારમાં મુસાફરી કરે છે, બસને બદલે ટ્રેનમાં મુસાફરી કરે છે અને જો અંતર લાંબુ હોય તો તેઓ વિમાનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે, અહીં પણ જોખમ ઓછું નથી. કલ્પના કરો કે હવામાં ઉડતી વખતે વિમાનનું ઇંધણ ખતમ થઈ જાય તો? ઓનલાઈન પ્લેટફોર્મ Quora પર જ્યારે કોઈએ આ પ્રશ્ન પૂછ્યો, તો જાણવા મળી ખૂબ જ અજીબ વાતો.
આ પણ વાંચોઃ શું તમને પણ ચાઉમીનનું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય છે? અહીં જુઓ કેવી રીતે બને છે તમારા ફેવરિટ નૂડલ્સ
જો હવામાં બળતણ સમાપ્ત થઈ જાય તો?
જો કારમાં મુસાફરી કરતી વખતે ઇંધણ ખતમ થઈ જાય, તો તે તરત જ રિફિલ કરી શકાય છે, પરંતુ જો એરોપ્લેનમાં આવું થાય તો શું થશે? સામાન્ય રીતે આવું થતું નથી કારણ કે તેની ઉડાન પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો ભૂલથી ઈંધણ પર ધ્યાન આપવામાં ન આવે તો મોટો અકસ્માત પણ થઈ શકે છે. જો કે, આના જવાબમાં ઘણા યુઝર્સે એમ પણ કહ્યું છે કે તમામ એરોપ્લેન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે કટોકટીની સ્થિતિમાં ગ્લાઇડિંગ કરી શકે. તેના માટે પાઈલટ્સને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ તેને નજીકના રસ્તા, નદી કે તળાવમાં લેન્ડ કરી શકે છે. અહીં માત્ર પાયલોટની બુદ્ધિ જ કામમાં આવે છે.
આ પણ વાંચોઃ બાપ રે…! દમ હોય તો આ પક્ષીના પગ ગણી બતાવો, ચોંકાવનારુ છે તેની પાછળનું રહસ્ય
…જો હવામાં ખતમ થઈ જાય ઈંધણ તો?
આવી ઘટના 1983માં બની હતી, જ્યારે પાયલટ પ્લેનના જમણા એન્જિનમાંથી લીકેજને સમજી શક્યા ન હતા. એર કેનેડાનું એક વિમાન 61 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સાથે હવામાં 41 હજાર ફૂટની ઉંચાઈ પર હતું ત્યારે વિમાનની વોર્નિંગ સિસ્ટમે ફ્યૂલને લઈને વોર્નિંગ આપી. વિમાનનું મીટર પણ ઠીકથી કામ નહતું કરી રહ્યું, એવામાં બંને પાયલટ્સને અચાનક જ જાણ થાય છે કે, તમામ એન્જીન કામ કરવાનું બંધ કરી ચુક્યાં છે. ગ્લાઇંડની ટ્રેનિંગ મેળવી ચુકેલા પાયલટે તેના અનુભવના આધારે રૉયસ કનેડિયન એર ફોર્સના એરપોર્ટ પર મુશ્કેલી સાથે વિમાન નીચે ઉતાર્યુ. તે કોઈ દડાની જેમ ઉછળ્યો અને બાદમાં લેન્ડ થયું. તે સમયે તેમાં ઈંધણ બિલકુલ નહતું. સદનસીબે કેટલાક લોકોને થોડી ઈજા થઈ હતી પરંતુ તમામનો જીવ બચી ગયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Airplane, Ajab Gajab, Fuel