ઇન્ફેક્શન કંટ્રોલની બેદરકારી દર્દીઓ, ડોક્ટર્સ અને નસગ સ્ટાફને જોખમમાં મૂકે છે

સારવારમાં ચેપ નિયંત્રણનું ઘણું મહત્વ છે : જી.એમ. ઈ.આર.એસ. ગોત્રીમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
Updated: Oct 15th, 2023
વડોદરા, દર્દીની સારવાર દરમિયાન હોસ્પિટલમાં પ્રત્યેક તબક્કે ઇન્ફેક્શન કંટ્રોલની ઘણી જ અગત્યતા છે.એનો અભાવ કે બેદરકારી દર્દીની સ્થિતિ બગાડે છે. અને સારવાર અઘરી બનવાની સાથે ક્યારેક નિષ્ફળ જાય છે.અને ચેપ લાગવા થી માત્ર દર્દી જ નહિ સારવાર કરતા તબીબો, નસગ સ્ટાફ,સેવકો અને સારવાર હેઠળના અન્ય દર્દીઓ જોખમમાં મુકાય છે.
તેને અનુલક્ષીને તબીબો અને તમામ સહયોગી આરોગ્ય કર્મચારીઓમાં ચેપ નિયંત્રણની જાગૃતિ કેળવવા અને જાણકારી વધારવા સુપ્રિન્ટેન્ડન્ટ ડો. અનુપ ચંદાણીના માર્ગદર્શન હેઠળ ડે. નસગ સુપ્રિંન્ટેન્ડન્ટ વર્ષા રાજપૂત દ્વારા આઈ.સી.એન.ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ અને નસગ પરિવારના સહયોગ થી જી.એમ. ઈ.આર.એસ.,ગોત્રી હોસ્પિટલમાં તા.૧૬ ઓકટોબર થી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ચેપ નિયંત્રણ સપ્તાહ અને વિશ્વ એનેસ્થેસીયા દિવસની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તબીબો,તાલીમી તબીબો,નસગ સ્ટાફ સહિત આરોગ્યકર્મીઓ જોડાશે.
તા.૧૬ મી ના રોજ સવારે ૧૦ વાગે ચેપ નિયંત્રણ જાગૃતિ પોસ્ટર સપ્તાહથી તેનો પ્રારંભ થશે.તેની સાથે જ વિશ્વ એનેસ્થેસીયા જાગૃતિ દિવસનો કાર્યક્રમ યોજાશે.
તે પછી તા.૧૭ મી ના રોજ ચેપ નિયંત્રણમાં રસીકરણની અગત્યતા અને સામૂહિક રસીકરણ,તા.૧૮ મી ના રોજ ક્વિઝ હરિફાઈ અને ૧૯ ના રોજ ઓરિએન્ટેશન સેમિનાર રાખવામાં આવ્યો છે.