web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

આ બાઇક મારૃ છું તેમ કહી ઝપાઝપી કરીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ

0

Updated: Oct 15th, 2023


કંસ્ટ્રક્શન સુપરવાઇઝરને રાણાસણ પાસે લૂંટયો

બે શખ્સો બાઇક ઉપર આવતા અને અન્ય બે અજાણ્યા બની ઝઘડો કરતા : નરોડાથી ગેંગનો એક સાગરિત પકડાયો

ગાંધીનગર : ગાંધીનગર-અમદાવાદના રસ્તા ઉપર બાઇક લઇને જતા નાગરિકોને આ
બાઇક મારૃ છે તેમ કહીને ઉભા રાખી તેમની સાથે ઝગડો કરીને લૂંટ ચલાવવામાં આવતી હતી.
અમદાવાદના કંસ્ટ્રક્શન સુપરવાઇઝરને આવો કડવો અનુભવ રણાસણ સર્કલ પાસે થયો
હતો.ત્યારે નરોડામાં આવી જ રીતે લૂંટના કિસ્સામાં પકડાયેલા શખ્સે જ આ પ્રકારે
રણાસણમાં લૂંટ ચલાવી હોવાનો ભેદ ઉકેલાયો હતો અને આ શખ્સને ડભોડા પોલીસે પકડી પકડી
પાડયો છે.

ગાંધીનગર-અમદાવાદના માર્ગો ઉપર લૂંટના કિસ્સા વધ્યા છે
ત્યારે નિકોલના કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર વિનોદભાઈ વાઘજીભાઈ બારડ બાઇક લઈને નોકરી પર
જવા નીકળ્યા હતા તે દરમ્યાન રણાસણ સર્કલથી જમણી બાજુના સવસ રોડ પર એક્ટિવા પર
આવેલા બે શખ્સોએ તેમને આ બાઇક મારૃ છું તેમ કહીને ઉભા રાખ્યા હતા અને તેમની સાથે
ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે વખતે બાજુમાંથી અન્ય બે શખ્સો પણ ત્યાં આવ્યા હતા અને
વિનોદભાઇના બાઇકની ચાવી કાઢી લઇને પેન્ટના ખિસ્સામાં મુકેલા રૃપિયા કાઢી લીધા હતા.
ત્યારે જ એક સરકાર વાહન ત્યાં આવી પહોંચતા વિનોદભાઇએ બુમો પાડવાની શરૃ કરી હતી અને
એક લાખ રૃપિયામાંથી કેટલીક નોટો ઉછાળી તો કેટલીક નોટો રોડ ઉપર ફેંકી દિધી હતી જેથી
આ ચારેય શખ્સો અલગ અલગ દિશામાં આ રૃપિયા લુંટવા લાગ્યા હતા અને ત્યાંથી નાસી છૂટયા
હતા. આ બનાવ અંગે ડભોડા પોલીસ મથકમાં ૧૮ હજારની લૂંટનો ગૂનો પણ નોંધાયો હતો. તો
બીજીબાજુ નરોડામાં આવી જ રીતે અન્ય એક લૂંટનો બનાવ બન્યો હતો તેના આરોપીને નરોડા
પોલીસે પકડયો હતો તેની ઓળખ વિનોદભાઇએ કરી લીધી હતી જેથી વટવા ખાતે રહેતા આ  આરોપી અહેમદ ઉર્ફે ગોલી રહેમતખાન પઠાણને
ટ્રાન્ફર વોરંટનાં આધારે ડભોડા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW