આ છે દુનિયાનું સૌથી અજીબો ગરીબ લાકડું, પાણીમાં નાંખતા જ થાય છે ચમત્કાર!

હકીકતમાં, Instagram એકાઉન્ટ @spac.exploration પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જે ઘણા સમયથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક લાકડું દેખાય છે જે ગોળ અને ઝરણા જેવું વળેલું છે. લાકડાને પાણીમાં નાખતા જ તે વર્તુળોમાં નાચતો અને પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહેતો જોવા મળે છે. તે એટલું ઝડપથી દોડે છે કે જાણે તેમાં એન્જીન લાગેલું હોય. ઘણાં પ્લેટફોર્મ પર આ લાકડા માટે કહેવામાં આવે છે કે તે ગરુડ સંજીવવની છે. જે પ્રાચીન કાળથી હિમાલયમાં હોય છે અને તેમાં જાદુઈ શક્તિઓ હોય છે.
આ પણ વાંચોઃ આ બીચ પર જવું એટલે મોતને ભેટવું, જેની સુંદરતા ભલભલાંને ગળી ગઈ!
શું છે લાકડાની હકીકત?
શું ખરેખર આ લાકડામાં જાદુઈ શક્તિઓ છે? જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. ચાલો તમને જણાવીએ કે, આ લાકડી પાછળનું રહસ્ય શું છે. રિપોર્ટ્સ અનસાર આ એક સામાન્ય લાકડી છે. જેનું વળેલું સ્વપરુપ દર્શાવે છે કે આ તે કોઈ વેલાની ડાળી છે જે ઝાડ પર ચઢે છે. પાણીના વિરુદ્ધ પ્રવાહમાં ફરવાનું કારણ છે જેને તમે ન્યૂટનની ગતિનો ત્રીજો સિદ્ધાંત સમજી શકો છો. ન્યૂટનનો ત્રીજો નિયમ કહે છે કે, દરેક ક્રિયાની એકસમાન પ્રતિક્રિયા હોય છે. આ લાકડીની રિંગ્સમાંથી પાણી પસાર થાય છે. તે એક પ્રકારની ક્રિયા છે અને પાણીની ધારની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. તેને તમે ઘરમાં વપરાતા નટ બોલ્ટ પરથી પણ સમજી શકો છો. બંનેમાં બંગડી બનેલી હોય છે, જે પેન્ચકસથી તેને ફરાવવામાં આવે છે તો નટ બોલ્ટ વિપરિત દિશામાં ફરીને ટાઇટ થઈ જાય છે. જ્યારે નળના પાણીની સીધી ધારામાં આ લાકડીને મુકવામાં આવે છે ત્યારે આ જ નિયમ લાગુ પડે છે. જોકે, આ લાકડાને સ્થિર પાણીમાં રાખવામાં આવે, તો તે નહીં ચાલે. ત્યારે તે ફક્ત પાણી પર તરતી રહે છે કારણકે લાકડું પાણી પર તરે છે.
આ પણ વાંચોઃ જો ચાલુ વિમાનમાં ઈંધણ ખતમ થઈ જાય તો? જ્યારે બની આ ઘટના તો…
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને 9 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે તેણે લાકડાનો પ્રયોગ કર્યો હતો, પરંતુ કંઈ થયું ન હતું. એકે તો એમેઝોન પરથી આ લાકડું ખરીદવાની વાત કરી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab