IND vs PAK : દર્શકો ગદર મુવીની સ્ટાઇલમાં પહોચ્યા, ભારત માતા કી જયનાં નારા લાગ્યાં  

0

Ahmedabad Match : ભારત અને પાકિસ્તાની મેચનો રોમાંચ બની રહ્યો છે. ભારત અને પાકિસ્તાન ટીમનાં સમર્થકો પહોંચી ગયા છે. લોકો અવનવી સ્ટાઇલમાં મેચ જોવા માટે પહોંચી ગયા છે. ત્યારે કેટલાક લોકો ગદર મુવીની સ્ટાઇલમાં આવ્યાં છે. અનેક ફિલ્મી સ્ટાઇલમાં લોકો પહોંચી ગયા છે.

અમદાવાદમાં રમાનાર ભારત અને પાકિસ્તાનની મેચને લઇ પાકિસ્તાનથી અનેક લોકો આવ્યાં છે. બે દિવસ પહેલા પાકિસ્તાનનાં લોકો પહોંચી ગયા હતાં. પાકિસ્તાનની ટીમને સમર્થન કરવા માટે પહોંચી ગયા છે. તેમજ લંડન, કેનેડા સહિતનાં દેશોમાંથી આજનો મહાસંગ્રામ જોવા લોકો પહોંચી ગયા છે.
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામૂકાબો થવા જઇ રહ્યો છે. આઇસીસી વર્લ્ડ કપ 2023ને લઇ આ મૂકાબલો થઇ રહ્યો છે.

અમદાવાદમાં લાંબા અંતરાળ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આમનેસામને આવી રહી છે. જેને લઇ અમદાવાદવાસીઓ સહિત ભારતભરમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. દેશનાં દરેક ખુણેથી લોકો મેચ નિહાળવા આવી રહ્યાં છે. કેટલાક લોકો આવી પણ ગયા છે. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાની મેચને લઇ અનોખો માહોલ જામ્યો છે.


આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચમાં કેવી હશે અમદાવાદના મેદાનની પીચ, શું વરસાદને કારણે બગડશે ખેલ?

રાજસ્થાનથી લઈને સુરત, ઇન્દોર તમામ જગ્યાએથી લોકો આજ સવારે પહોંચ્યા છે અને સવારે પહોંચીને સ્ટેડિયમ આગળથી રોડ ઉપરથી ટી-શર્ટ અને ઝંડા ખરીદી રહ્યા છે. લોકોમાં એક અનેરો  ઉત્સાહ જોવા મળી રહે છે. દિલ્હી, બોમ્બે, ઈન્દોર, રાજસ્થાન તમામ જગ્યાએથી યંગસ્ટર્સ પોતાના પરિવાર, મિત્રો સાથે અહીં પહોંચી ગયા છે. વિરાટ કોહલી થી લઈને તમામ ખેલાડીઓનાં ટી-શર્ટ ખરીદી રહ્યાં છે.

First published:

Tags: Ahmedaabad News, Ahmedabad Match, Cricket World Cup, ICC World cup, Icc world cup 2023, India Pakistan match, Local 18, Narendra Modi Stadium

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW