લાઇન હાજીરનો શું છે અર્થ? આ શબ્દથી થરથર કાંપે છે પોલીસ ઓફિસર્સ

તમે સમાચારમાં જોયું કે વાંચ્યું હશે કે પોલીસકર્મીને કોઈક ભૂલ કે બેદરકારીના કારણે લાઈન હાજીર કરી દેવામાં આવે છે ઓનલાઈન પ્લેટફોર્મ Quora પર પણ, એક યુઝરે તાજેતરમાં પૂછ્યું કે પોલીસ સેવામાં લાઇન હાજીરનો અર્થ શું છે, જેનાથી પોલીસકર્મીઓ આટલા ડરે છે. ચાલો જાણીએ આ શબ્દનો અર્થ શું છે. ઘણા લોકોને તેના વિશે જાણકારી નથી હોતી.
આ પણ વાંચોઃ મોબાઈલ પર ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે કેટલા ડેટા થશે ખર્ચ? આ રીતે બચાવી શકો છો ઈન્ટરનેટ
લાઈન હાજીરનો શું છે અર્થ?
ઘણીવાર પોલીસકર્મીઓને સજા તરીકે લાઈન હાજીર કરવામાં આવે છે. Quora પર આ સવાલના જવાબમાં લોકોએ વિવિધ પ્રકારની માહિતી આપી છે. તેનો અર્થ છે કે, પોલીસકર્મીને તે પોલીસ સ્ટેશનથી હટાવી દેવામાં આવે છે, જ્યાં તે ડ્યૂટી કરતા હતાં. તેની ફરજ સીધી પોલીસ હેડક્વાર્ટર એટલે કે પોલીસ લાઇનમાં સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ન તો પોલીસકર્મીને કોઈ મોટું કામ કરવા માટે કહેવામાં આવે છે, ન તો તેને કોઈ કેસમાં સામેલ કરવામાં આવે છે. જ્યાં સુધી તેમના પર લાગેલા આરોપો હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ કોઈ સત્તાવાર કામમાં સામેલ નથી. લાઇન અટેચ અથવા લાઈન હાજીર દરમિયાન, તે અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ હોય છે અને નાની-મોટી ભૂલો માટે પણ તેઓેને સજા મળી શકે ચે. ઘણીવાર મોટી ભૂલોના કારણે બરતરફ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ અંતરિક્ષમાં પેન્સિલનો ઉપયોગ કેમ નથી થતો? જાણો રેન્ચોના સવાલનો શું છે સાચો જવાબ
મળતો રહે છે પગાર
અલગ-અલગ યુઝર્સે તેની જાણકારી આપતા જણાવ્યું કે, હકીકતમાં આ શબ્દ અંગ્રેજોના જમાનાથી વપરાય છે. લાઈન હાજીર પોલીસકર્મી પર તપાસ કરવામાં આવે છે અને તેને સ્પષ્ટીકરણ આપવાનું રહે છે. આ દરમિયાન તેઓને પગાર પુરતો મળી રહે છે. પરંતુ, કોઈ રજા મળતી નથી. જો તેના પરનો આરોપ સાબિત થઈ ગયો છે તો તેનો પગાર રોકી દેવામાં આવે છે. ડિપાર્ટમેન્ટમાં લાીન અટેચને ખૂબ જ બેઇજ્જતીથી જોવામાં આવે છે. આ જ કારણે દરેક પોલીસકર્મીઓ તેનાથી ડરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, પોલીસ