મોબાઈલ પર ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે કેટલા ડેટા થશે ખર્ચ? આ રીતે બચાવી શકો છો ઈન્ટરનેટ

નેટફ્લિક્સ અને hulu બંને ઓછામાં ઓછી ડાઉનલોડ સ્પીડ 1.5 એમબીપીએસની ભલામણ કરે છે. એચડી કંસિસ્ટેન્સી માટે, નેટફ્લિક્સ 5 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડની ભલામણ કરે છે. ધ્યાન રાખે કે વીડિયોની ક્વૉલિટી જેટલી સારી, બેન્ડવિડ્થનો તેટલો જ વધારે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સ્ટ્રીમિંગ અનુકૂળ નથી હોતી, તો એક કલાકનો એચડી વીડિયો 3 જીબી સુધીનો ખર્ચ કરી શકે છે. જે ખૂબ જ વધારે ડેટા ટ્રાન્સફર છે!
આ પણ વાંચોઃ IND vs PAK : દર્શકો ગદર મુવીની સ્ટાઇલમાં પહોચ્યા, ભારત માતા કી જયનાં નારા લાગ્યાં
આ એપ પર જોઈ શકો છો લાઈવ સ્ટ્રીમિંગ
પોતાની લાઈવ-સ્ટ્રીમિંગ ક્ષમતાઓને કારણે સ્ટાર નેટવર્કનું હૉટ સ્ટાર આઈપીએલ અને વર્લ્ડ કપ જેવા ક્રિકેટ સીઝન દરમિયાન સૌથી વધારે ઉપોયગ થાય છે અને તેનાથી એચબીઓ, એબીસી જેવી ઘણી વિદેશ કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરેલી છે. જણાવી દઈએ કે, જો તમે ભારતમાં થનારી વર્લ્ડ કપ 2023ની લાઈવ સ્ટ્રીમિંગ જોવા ઈચ્છો છો તો તમારે હૉટસ્ટાર એપ ડાઉનલોડ કરવું પડશે. હવે મેચ બિલકુલ ફ્રી જોવા મળી રહ્યુ છ. બસ તમારે ફક્ત ઈન્ટરનેટનો ખર્ચ કરવો પડશે.
આ પણ વાંચોઃ IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં કેવી હશે અમદાવાદના મેદાનની પીચ, શું વરસાદને કારણે બગડશે ખેલ?
આટલા જીબી નેટનો થશે ખર્ચ
ભારત-પાક. મેચને જોવા માટે જો ખર્ચની વાત કરીએ તો આશરે 12 જીબીની આસપાસ ઈન્ટરનેટ બેન્ડવિડ્થની જરુર પડી શકે છે. જો તમે HD (1080p)માં વીડિયો જોવા પર 1.3GB પ્રતિ કલાકનો ખર્ચ થઈ શકે છે. 720pમાં તે ઘટીને 639 MB પ્રતિ કલાક ચાલી શકે છે. જો તમે વીડિયોની ક્વોલિટી હજુ ઓછી કરીને 360p રાખો છો તો તમારે 249MB પ્રતિ કલાક ખર્ચ કરવો પડી શકે છે. વનડે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ લગભગ 9 કલાક સુધી ચાલે છે. જો તમે ફૂલ HDમાં તેને જુઓ છો તો 1.3 GBના હિસાબે લગભગ 12 GBનો ખર્ચ થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Ind Vs Pak, India Sports, ક્રિકેટ