બાપ રે…! દમ હોય તો આ પક્ષીના પગ ગણી બતાવો, ચોંકાવનારુ છે તેની પાછળનું રહસ્ય

સોશિયલ મીડિયા પર જકાના પક્ષીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં જોવા મળી રહ્યુ છે કે તેની પાસે બે નહીં, પરંતુ ઘણાં બધા પગ છે. એવામાં લોકો ચોંકી રહ્યા છે કે આટલા બધા પગવાળું પક્ષી ક્યાંથી આવ્યું? આ વીડિયો લોકોને હેરાન કરી રહ્યો હતો. પરંતુ, વીડિયોની અંદર જ તેનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. જકાના મૂળ રુપે અમેરિકામાં જોવા મળે છે. પરંતુ,એક ફ્રેન્ચ ઝૂલૉજીસ્ટે તેનું નામ રાખ્યુ હતું.
આ પણ વાંચોઃ જો ગુરુત્વાકર્ષણ બળ હાજર છે તો ચંદ્ર પૃથ્વી પર કેમ નથી પડતો? 90 ટકા લોકો નથી જાણતા જવાબ
જોવા મળે છે ઘણાં બધા પગ
જકાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળે છે કે આ પક્ષીને ઘણા બધાં પગ છે. લોકો વિચારવા લાગ્યા કે આ કયું પક્ષી છે જેના ઘણા પગ છે. જણાવી દઈએ કે આ પક્ષીને પણ માત્ર બે પગ છે. વીડિયોમાં દેખાતા ઘણા પગ તેના બાળકોના છે. જા હાં, જ્યારે તે મુશ્કેલી અથવા ભય જુએ છે ત્યારે માદા જકાના તેના બાળકોને તેના શરીરની અંદર છુપાવે છે. અને માત્ર તેના પગ જ દેખાય છે. જેના કારણે પક્ષીના ઘણા પગ હોવાનો ભ્રમ સર્જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Bird