પેઠાનું નામ સાંભળતા જ મોઢામાં આવી જાય છે પાણી? આ વીડિયો જોઈને આવી જશે ઉબકા!

આવી જ એક મીઠાઈ છે આગ્રા પેઠા. નામ પ્રમાણે જ આ પેઠા આગ્રાની ઓળખ છે. આગ્રા તાજમહેલ માટે જેટલું જાણીતું છે તેટલું તે પેઠા માટે પણ છે. વિદેશીઓ પણ અહીં આવ્યા પછી પેઠા ચોક્કસપણે ટ્રાય કરે છે. ઘણા લોકો તેને પેક કરીને લઈ પણ જાય છે. જો તમને પણ પેઠા ખૂબ જ ભાવતા હોય તો આજે અમે તમારા માટે એક વીડિયો લઈને આવ્યા છીએ. જેને જોઈને કદાચ પછી તમને તે પેઠા નહીં ભાવે.
આ પણ વાંચોઃ લાઇન હાજીરનો શું છે અર્થ? આ શબ્દથી થરથર કાંપે છે પોલીસ ઓફિસર્સ
આવી રીતે બને છે પેઠા
આગ્રાના પ્રખ્યાત પેઠાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું કે આ વિશ્વ પ્રસિદ્ધ પેઠા કેવી રીતે બને છે? જેમાં શરૂઆતથી પેઠા બનાવવાની રીત બતાવવામાં આવી હતી. ભુરા નામના ફળમાંથી પેઠા બનાવવામાં આવે છે. તેને કાપીને સારી રીતે છોલવામાં આવે છે. આ પછી, તેમાં એક છિદ્ર કરવામાં આવે છે, જેથી ચાસણી અંદર જાય. પછી તેને ચૂનાના પાણીમાં કેટલાક કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે. બીજા દિવસે તેને બહાર કાઢવામાં આવે છે, ચાસણીમાં ઉકાળવામાં આવે છે અને પછી સૂકવવામાં આવે છે. આટલી લાંબી પ્રક્રિયા પછી તૈયાર થાય છે તમારા મનપસંદ પેઠા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Sweets, Viral videos