અહીં મચ્છરો મારવા એ છે પાપ! મેલેરિયા ફેલાય છે છતાં લોકો નથી મારવા દેતા, કારણ જાણીને થશે આશ્ચર્ય

અમે વાત કરી રહ્યા છીએ ભૂટાનની. બૌદ્ધ દેશ હોવાના કારણે ભૂટાનમાં કોઈપણ જીવની હત્યા કરવી એ પાપ માનવામાં આવે છે. ભલે તે રોગ પેદા કરતા જીવાણુ હોય. આવી સ્થિતિમાં મેલેરિયાથી બચવા દવાનો છંટકાવ કરતા અધિકારીઓને હજુ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સરકારી કર્મચારીઓ દવા છંટકાવ કરવા જાય છે ત્યારે લોકો હોબાળો મચાવે છે. થોડા વર્ષો પહેલા સ્થિતિ એવી હતી કે ઘરોમાં બળજબરીથી દવાનો છંટકાવ કરવામાં આવતો હતો. લોકો કહે છે કે મચ્છરમાં પણ જીવ છે અને તેને મારી શકાતો નથી. જોકે, હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. લોકો સમજી રહ્યા છે કે આ તેમના ભલા માટે છે.
આ પણ વાંચો: એવી જગ્યા, જ્યાં યમરાજ પણ ભટકી જાય છે રસ્તો! આરામથી જીવે છે 87 વર્ષ સુધી લોકો
અહીં એક પણ મચ્છર જોવા મળતો નથી
હવે જાણી લો દુનિયાના એવા દેશ વિશે જ્યાં એક પણ મચ્છર નથી. હા, એક પણ મચ્છર નથી. આ દેશનું નામ આઇસલેન્ડ છે, જે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત છે. માત્ર મચ્છર જ નહીં, સાપ અને અન્ય રખડતા જીવો પણ અહીં જોવા મળતા નથી. કરોળિયાની કેટલીક પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તે મનુષ્યો માટે એટલા જોખમી નથી. એક બીજી જગ્યા છે જ્યાં મચ્છર નથી મળતા, તે છે એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકામાં ખૂબ ઠંડી હોવાથી ત્યાં મચ્છર નથી. આઇસલેન્ડ પણ ખૂબ નીચા તાપમાનનો અનુભવ કરે છે, જે -38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhutan, Mosquitoes, Trending news, Viral news