અમરેલી: અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. આજે અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1,360 રૂપિયા ભાવ રહ્યો હતો.આજે અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી.આજે કપાસનો ભાવ 990 રૂપિયાથી લઇને 1,538 રૂપિયા બોલાયો હતો. અમરેલી યાર્ડમાં આજે 2175 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી.
આજે અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઇને 629 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 430 રૂપિયાથી લઇને 600 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 341 કવીંટલ ઘઉંની આવક થઈ હતી.
યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1,500 રૂપિયાથી લઇને 3,374 રૂપિયા નોંધાયો હતો. યાર્ડની તલ કાળાનો ભાવ 2,920 રૂપિયાથી લઇને 3,220 રૂપિયા ભાવ બોલાયો હતો. આજે યાર્ડમાં 105 કવીંટલ તલની આવકનો થઈ હતી.
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો