web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

સાવધાન! ખૂબ જ ભયાનક છે આ સંયોગ, જાણો કેટલો ખતરનાક છે આ દિવસ

0

આજે 13 ઓક્ટોબર છે અને શુક્રવાર પણ. દુનિયામાં સેંકડો લોકો આ દિવસ અને તારીખને અશુભ માને છે. તેને લઈને ઘણી કહાનીઓ, અંધવિશ્વાસ, ભ્રમ અને મિથ્યા વાતો દાયકાઓથી ચાલી રહી છે. ઘણાં દેશોમં લોકો આ દિવસે એટલા ડરી જાય છે કે પોતાના ઘરની બહાર પણ નથી નીકળતા. મોટાભાગના લોકો 13 ઓક્ટોબરથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેથી હોટલના રુમ, ઘરના સરનામા અને વાહનોના નંબરમાં 13 નંબરનો ઉપયોગ નથી કરતાં. ત્યાં સુધી કે, ઘણી બિલ્ડીંગમાં 13મો માળ પણ નથી રાખવામાં આવતો.

યુરોપિયન દેશોમાં 13 તારીખે આવનારા શુક્રવારને સૌથી અશુભ માનવામાં આવે છે. યુરોપીયન લોકોનું માનવું છે કે 13 તારીખ અને શુક્રવારનું સાથે હોવું અપશકુન થવાની ગેરંટી હોવાનું પરિણામ આપે છે. ગ્રીસ માન્યતાઓમાં પણ શુક્રવાર અને 13 તારીખને ખરાબ નથી માનવામાં આવતું. તો પછી યુરોપ અને અમેરિકામાં 13 નંબરને લઈને આટલાં ભ્રમ અને અંધવિશ્વાસ કેમ ફેલાયેલા છે? આ સવાલનો સાચો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ આ દેશોમાં 2050 સુધીમાં હશે સૌથી વધારે હિન્દુઓ, જાણો ભારતમાં કેટલી હશે આબાદી?

કેમ 13 અને શુક્રવારનું સાથે હોવું અશુભ છે?

ગણિતના નિયમ અનુસાર, 12 નંબર પૂર્ણાંક હોય છે. વર્ષમાં 12 મહિના, ઘડિયાળમાં 12 કલાક અને રાશિ પણ 12 હોય છે. ત્યારબાદ 13 નંબરને સંતુલનની કમીવાળી સંખ્યા માનવામાં આવે છે. આ જ કારણે તેને અશુભ માનવામાં આવે છે. વળી, શુક્રવારને લઈને કહેવામાં આવે છે કે જીજસ ક્રાઇસ્ટને આ દિવસે સૂળી પર ચઢાવવામાં આવ્યા હતાં. એવામાં લોકોનું માનવું છે કે આ દિવસ અને તારીખ જ્યારે પણ મળે છે ત્યારે દુર્ભાગ્ય પેદા કરે છે. આ દિવસ અને તારીખના સંયોગને અશુભ માનીને લોકો ડરીને ઘરની બહાર પણ નથી નીકળતાં.

આ રીતે લોકો 13 નંબરથી રહે છે દૂર

13 નંબરને લઈને લોકોમાં એટલો ડર રહે છે કે લોકો હોટલ અને બિલ્ડીંગમાં 13મો માળ નથી રાખતાં. જો કોઈ હોટલમાં 13મો માળ હશે તો પણ 13 નંબરનો રુમ નહીં મળે. ઘણી જગ્યાએ તો ના 13મો માળ હોય છે ના તો 13 નંબરનો રુમ. અમુક લોકોમાં 13 નંબરનો એટલો ડર હોય છે કે તેઓ વિમાનમાં પણ 13મી લાઈનમાં બેસીને મુસાફરી કરવાનું ટાળે છે. ફ્રાન્સમાં ખાવાના ટેબલ પર 13 ખુરશી હોવાને ખરાબ બાબત માનવામાં આવે છે. યુરોપમાં મોટાભાગમના લોકો 13 તારીખે ફ્લાઇટ યાત્રા કરવાનું પસંદ નથી કરતાં. તેથી યુરોપમાં આ દિવસે ફ્લાઇટ ટિકીટ સસ્તી હોય છે.

આ પણ વાંચોઃ સોફા પર પગ લાંબા કરી, હાથમાં બિયર લઈને યુદ્ધની મજા માણે છે આ લોકો, બોમ્બ ફૂટતા જ મનાવે છે જશ્ન!

13 નંબરને લઈને હિન્દુ ધર્મમાં શું છે માન્યતા?

હિન્દુ ધર્મના હિસેબે કોઈપણ મહિનાની 13 તારીખને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર 13મો દિવસ ત્રયોદશીનો હોય છે, જે ભગવાન શિવની પૂજા-અર્ચના માટે સમર્પિત દિવસ હોય છે. પ્રદોષ વ્રત ભગવાન શિવની ભક્તિ માટે રાખવામાં આવે છે, જે દર મહિને 13માં દિવસે આવે છે. હિન્દુ ધર્મ સિવાય થાઈ માન્યતામાં પણ નવું વર્ષ 13 એપ્રિલે ઉજવવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં પૌરાણિક કથાઓમાં એક જીજસ ભગવાન હતાં, જે તેરમાં સૌથી શક્તિશાળી પરમેશ્વર હતાં. વળી, 13મો નંબર સમગ્રતા, સમાપન અને પ્રાપ્તિનું પ્રતીક હોય છે.

શું આ દિવસ અને તારીખના સમન્વયથી થાય છે દુર્ઘટના?

દુનિયાના ઘણાં વિસ્તારોમાં 13મી તારીખના શુક્રવારને અશુભ માનવામાં આવે છે. કારણ કે, આ દિવસે અનેક મોટા અકસ્માતો થયા છે. ફ્રાન્સમાં 13 ઓક્ટોબર 1307ના રોજ એક મોટો અકસ્માત થયો હતો. આ દિવસે પણ શુક્રવાર હતો. એક બ્રિટિશ વેબસાઈટ અનુસાર, 1993માં એક અંગ્રેજી મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલ અભ્યાસ સૂચવે છે કે 13મીએ શુક્રવાર હોય ત્યારે વધારે અકસ્માતો થાય છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. એક ડચ ઈન્સ્યોરન્સ કંપનીના આંકડા અનુસાર, 13 તારીખ અને શુક્રવારે દુર્ઘટના, ચોરી અને આગ લાગવાની ઘટનાઓ સામાન્ય દિવસ કરતાં વધારે હોય છે. કંપની અનુસાર, આ દિવસે મોટા ભાગના લોકો ઘરે રહેવાનું જ પસંદ કરે છે. લોકો વધુ સજાગ અને જાગૃત રહે છે. આ ફોબિયા પર ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

જીજસ ક્રાઇસ્ટથી ગદ્દારી કરનારો 13મો શિષ્ય હતો

ઈસાઈ ધર્મ અનુસાર, જુડાસને ઈસા મહિસાનો 13મો શિષ્ય માનવામાં આવે છે. જુડાસે જ જીજસની સાથે ગદ્દારી કરી હતી. તેને લઈને માન્યતા ‘ધ લાસ્ટ સપર’ રીતે કહેવામાં આવે છે.

19મી સદીમાં મિથક ફેલાયેલું હતું કે ઈસા મસીહાની સામે ષડયંત્ર કરનારો અનુયાયી જુડાસ અંતિમ ભોજનના સમયે સૌથી મોડો પહોંચ્યો. તે ટેબલ પર બેસનારો 13મો વ્યક્તિ હતો. સાથે જ શુક્રવારે જ ઈસા મસીહાને સૂળી પર ચઢાવવામાં આવ્યા હતાં. તેના કારણે પણ 13 તારીખ અને શુક્રવારનો સંયોગ ખરાબ માનવામાં આવે છે. અમેરિકામાં 19મી સદીમાં લગભગ તમામ ફાંસી આપવાની ઘટના શુક્રવારે થઈ છે. પરંપરાગત રીતે શુક્રવારને ફાંસી આપવાનો સમય પણ માની લેવામાં આવ્યો છે. વર્ષ 2003માં બેસ્ટ સેલર, ‘ધ વિંચી કોડ’ અનુસાર, 13 ઓક્ટોબર 1307 શુક્રવાર હતો. જ્યારે પૂરા ફ્રાન્સમાં સેંકડો નાઇટ ટેમ્પરને મારવામાં આવ્યા હતાં.

મિથક ફેલાવવામાં ફિલ્મ ‘ફ્રાઈડે ધ થર્ટીન્થ’ની ભૂમિકા

હોરર ફિલ્મ ‘ફ્રાઈડે ધ થર્ટીન્થ’ 1980માં રિલીઝ થઈ હતી. શુક્રવાર અને 13 તારીખનો સંયોગ ખૂબ જ ખતરનાક હોવાનું મિથક ફેલાવવામાં આ ફિલ્મે સૌથી વધારે યોગદાન માનવામાં આવે છે. ફિલ્મ એટલી હિટ થઈ કે, 12 સીક્વલ બનાવવામાં આવ્યા. તેની 13મી સિક્વલ પણ બનાવવામાં આવી થે, પરંતુ રિલીઝ એક શુક્રવારથી 13 તારીખવાળા શુક્રવાર સુધી ટળતી રહી. આખરે તેને રિલીઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અહીં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું 13મી ફિલ્મ અશુભ હતી? 14મી સદીમાં પ્રખ્યાત અંગ્રેજી લેખક જ્યોફ્રી ચોસરે ‘ધ કેન્ટરબરી ટેલ્સ’ નામનો વાર્તાઓનો સંગ્રહ તૈયાર કર્યો. જેમાં તેણે શુક્રવાર અશુભ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 17મી સદી સુધી, મોટાભાગના લેખકોએ શુક્રવારે કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરવાનો ઈન્કાર કર્યો હતો.

શું તમે ક્યારેય દિવસના 13 કલાક વિશે સાંભળ્યું છે?

વર્ષમાં 12 મહિના અને દિવસમાં 12 કલાક હોય છે. પરંતુ, શું તમે ક્યારેય 13 કલાક વિશે સાંભળ્યું છે? જર્મન ભાષામાં એક કહેવત છે, ‘હવે 13મો કલાક આવી ગયો છે’. આવું ત્યારે કહેવામાં આવે છે જ્યારે કંઈક ખૂબ જ આશ્ચર્યજનક બને છે. જણાવી દઈએ કે, બ્રિટનમાં લોકોને માત્ર શુક્રવારે જ ફાંસી આપવામાં આવતી હતી. ગણિતના નિયમો અનુસાર, 13 એ એક અવિભાજ્ય સંખ્યા છે, જેને ફક્ત પોતાના દ્વારા જ ભાગી શકાય છે. તેથી તે પોતે એક સંપૂર્ણ સંખ્યા છે.

First published:

Tags: Ajab Gajab, Danger, Dangerous

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW