શનિવારે સાંજથી સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ રહેવા સુચના અપાઇ

0

ભારત -પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચને પગલે લોંખડી બંદોબસ્ત

ભારત મેચ જીતે તો સરઘસની પરવાનગીનો નિર્ણય સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓ લેશે

Updated: Oct 13th, 2023

અમદાવાદ, શુક્રવાર

ભારત પાકિસ્તાનની હાઇ વોલ્ટેજ મેચને અમદાવાદ સહિત સમગ્ર
રાજ્યની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત
, માત્ર સ્ટેડિયમ અને
આસપાસમાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત
, કેન્દ્રીય સુરક્ષા
એજન્સીઓના જવાનો તૈનાત કરાયા છે.  તેમજ
પોલીસ દ્વારા સ્ટેડિયમની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમા ડ્રોનથી માઇક્રો
સર્વલન્સ કરવામાં આવશે.
 
ભારત પાકિસ્તાનની મેચના અનુસંધાનમાં ગુરૂવારે રાતના ગૃહ
રાજ્ય મંત્રી અને ડીજીપીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેડિયમની મુલાકાત લઇને સુરક્ષા
વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. ડીજીપી વિકાસ સહાય આ  અંગે જણાવ્યું કે  આ મેચ 
ગુજરાત પોલીસ માટે  સુરક્ષા
વ્યવસ્થાના મામલે અતિ મહત્વની છે. જેથી અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટ બંદોબસ્ત
છે. જેમાં સ્ટેડિયમની અંદર અને બહાર કુલ છ હજાર જેટલો પોલીસ સ્ટાફ આઇજી અને ૧૯
જેટલા ડીસીપીના સુપરવિઝનમાં બંદોબસ્તમાં જોડાયા છે.  એનએસજી
રેપીડ
એક્શન ફોર્સ
, એનડીઆરએફ,ની ટીમ ઉપરાંત,
હોમગાર્ડ સહિતનો સ્ટાફ તૈનાત રહેશે.  તેમજ ડ્રોનથી સ્ટેડિયમ અને તેની આસપાસના પાંચ
કિલોમીટરના વિસ્તારમાં સર્વેલન્સ કરાશે. મેચ બાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર
રાજ્યની પોલીસને રાતના આઠ વાગ્યાથી  એલર્ટ
મોડ રહેવા માટે સુચના આપવામાં આવી છે. ખાસ કરીને ભારત મેચ જીતે તો કેટલાંક લોકો
મોટા પ્રમાણમાં સરઘસ યોજી શકે છે. પંરતુ
, આ બાબતની પરવાનગી
આપવાની અને જરૂરી કાર્યવાહી કરવાની સત્તા સ્થાનિક પોલીસ અને અધિકારીઓને આપવામાં
આવી છે. તેમજ એસઆરપીની વિવિધ ટુકડીઓને રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં
આવી છે. મેચ દરમિયાન કોઇ કેમીકલ
, બાયોલોજીકલરેડીયોલોજીકલ અને ન્યુક્લીયર
ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ સ્ટેડિમય અને આસપાસમાં
તૈનાત રહેશે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW