મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં 34 લાખ વીજ ગ્રાહકોને આગામી અઢી વર્ષમાં સ્માર્ટ મીટર નાખી અપાશે

0

Updated: Oct 13th, 2023

વડોદરા, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણો પર સ્માર્ટ મીટર નાખવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ માટે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર સ્માર્ટ મિટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આગામી અઢી વર્ષમાં ૩૪ લાખ ગ્રાહકોને વિનામૂલ્યે સ્માર્ટ મિટર નાખી આપવામાં આવશે. 

મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મિટર દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટા ઉદેપૂર સહિત સાત જિલ્લાઓના ૩૪ લાખ જેટલા વીજ ગ્રાહકોને આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્માર્ટ મિટર નાખી આપવામાં આવશે. 

તેમણે ઉમેર્યું કે, પ્રારંભિક તબક્કામાં વડોદરા શહેરના અલ્કાપૂરી અને અકોટા પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ સરકારી, ખાનગી, ઔદ્યોગિક એકમો સહિતના ૨૫ હજાર જેટલા ગ્રાહકો માટે સ્માર્ટ મિટર ઇન્સ્ટોલ કરાશે. 

વધુમાં નવા વીજ કનેકશનમાં હવેથી સ્માર્ટ મિટર લગાવવામાં આવશે. ગ્રાહકો પોતાના વીજ વપરાશની માહિતી સતત જોઇ શકે તે માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે. સ્માર્ટ મિટર નાખવાથી મિટર રિડિંગ આપોઆપ અને ચોક્કસાઇ પૂર્વક થઇ જશે. ગ્રાહકો મોબાઇલ એપના માધ્યમથી પોતાના ઘરમાં વીજળીના વપરાશની માહિતી મેળવી શકશે અને તેના ઉપર નિયંત્રણ રાખી વીજ બચત કરી શકશે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW