અમરેલી: અમરેલી જિલ્લામાં અનેક ગાયક કલાકાર રહે છે. સૌરાષ્ટ્રની ધરતીમાં કલાકારોની ધરતી કહેવાય છે. અહીં ભજનના સમ્રાટ એવા નારાયણ સ્વામી, લક્ષ્મણ બારોટ, દિવાલીબેન ભીલ, જાદુદાદા ધામેલીયા સૌરાષ્ટ્રના હતાં. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામનાં સૂરદાસ વિજયનાથ કેશુનાથ માંગરોળીયાની ઉંમર 31 વર્ષની છે. વિજયનાથ જન્મથી અંધ છે. અને હાલ સૌરાષ્ટ્રમાં ભજનિકમાં ઉમદા નામના ધરાવે છે. ખુબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો હતો અને અંતે સફળતા મળી છે.
વિજયનાથ જણાવ્યું હતું કે, 10 વર્ષની ઉંમરે હાથમાં મંજીરા લીધા હતાં. શરૂઆત સાવરકુંડલા શહેરમાં આવેલા બસ સ્ટેશનમાં મંજીરા વગાડી ગુજરાન ચલાવતો હતો. ધીમે ધીમે સાવરકુંડલા બાદ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા સહિતના મુખ્ય મથકોમાં મંજીરા વગાડી અને ભજન ગાતો હતો.
પાલુભા ગઢવી ભચાઉ રહેવાસી છે. પલુભા ભજન સાથે સંકળાયેલા હોવાથી વિજયનાથને કચ્છમાં અનેક પ્રોગ્રામ માટે બોલાવવામાં આવ્યા હતા. બાળપણથી બગદાણામાં બજરંગદાસ બાપાના ધામે મંજીરા અને પેટી વગાડી ભજન કરતા હતા.
બગદાણા ધામ મહુવા તાલુકાનું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીં આવતા હોય છે એટલે વિજયનાથ અવારનવાર ભજનનો ડાયરો કરવા માટે આવતા અને ધીમે ધીમે લોકો ઓળખતા થયા હતા. હાલ અનેક સ્ટેજ પ્રોગ્રામ આપી રહ્યા છે. પોતાની મહેનતે જ પેટી વગાડતા શીખ્યા છે અને સાથે ભજન પણ સારી રીતે ગાય છે. સાહેલી મોરી અને તારો ભરતજી ભલે ગાદીએ આવે બંને ભજનથી લોકો ઓળખી રહ્યા છે.
ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા
સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE
(એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો