web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લેનારને રશિયન પેડલરને મનાલીથી ઝડપી લેવાયો

0

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા થોડા દિવસ પહેલા શાહીબાગ પોસ્ટ ઓફિસમાંથી ૨૦ જેટલા પાર્સલમાંથી રૂપિયા ૫૦ લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજો અને કોકેઇનનો જથ્થો જપ્ત કરાયો હતો.  જે કેસની તપાસમાં ક્રાઇમબ્રાંંચે મનાલીથી રશિયાના નાગરિકની ધરપકડ કરી છે. જેણે અગાઉ સુરતમાંથી ડ્રગ્સની ડીલેવરી લીધી હતી અને તે ડ્રગ્સના પાર્સલને ગોવા અને મનાલીમા મોકલી આપતો હતો.  વર્ષ ૨૦૨૦માં  તે છ મહિના વિઝા પર તે ગોવા આવ્યો હતો. પરંતુ, વિઝા પૂર્ણ થયા બાદ તે ગેરકાયદેસર રીતે રોકાયો હતો. તેની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે શાહીબાગ પોસ્ટ ઓફિસમાંથી  હાઇબ્રીડ ગાંજો અને કોકેઇનના રૂપિયા ૫૦ લાખની કિંમતના જથ્થા સાથે ૨૦ જેટલા પાર્સલ જપ્ત કર્યા હતા. જેમાં રમકડા અને પુસ્તકોમાં છુપાવેલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ પાર્સલ સુરત, વડોદરા, અમદાવાદ અને બોટાદ જેવા શહેરોમાં  મોકલવાના હતા. જે અંગે પોલીસે પાર્સલમાં જણાવવામાં આવેલા વિવિધ સરનામા પર તપાસ કરી હતી. જેમાં એક પાર્સલ સુરતમાં રેલવે સ્ટેશન પાસે આવેલી અમીષા હોટલમાં આવવાનું હતું. જ્યાં તપાસ કરતા વિગતો ખુલી હતી કે એક વિદેશી નાગરિક અગાઉ પણ પાર્સલની ડીલેવરી લેવા માટે સુરતમાં આવ્યો હતો. જેનું નામ કોલેસ નિકોવ વાસીલી હોવાનું જાણવા મળ્યું હતું. તે હોટલમાં રોકાયો ત્યારે  વિઝા લેટર પણ આપ્યો હતો. જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે જયપુરમાં આવેલી એલ.ડી. પ્રાઇમ હોટલમાં રોકાયો હતો. જેના આધારે પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા મુબંઇ અને ત્યારબાદ દિલ્હીનું લોકેશન મળ્યું હતું. જો કે પોલીસ દિલ્હી પહોંચી તે પહેલા તે હોટલથી નીકળી ગયો હતો અને છેવટે તેને મનાલીમાં એક હોમ સ્ટેમાંથી મળી આવ્યો હતો.  આ અંગે એસીપી જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે આ ભારતનું સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક છે. કોલેસ નિકોવ રશિયાના મેસ્કોનો રહેવાસી છે અને વર્ષ ૨૦૨૦માં તે  ભારતમાં સાત મહિનાના ટુરીસ્ટ વિઝા લઇને ગોવામાં રહેવા માટે આવ્યો હતો. જ્યાં તેણે મોટા ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને ડ્રગ્સની હેરફર શરૂ કરી હતી. જેમાં તેની મોડ્સ ઓપરેન્ડી પણ સૌથી ખતરનાક હતી. આ ડ્ગ્સ ઇન્ડોનેશિયા, લંડન અને અમેરિકાના વિવિધ શહેરોમાંથી માત્ર ગુજરાત જ નહી પણ ભારતના અન્ય રાજ્યોમાં પણ પહોંચતો કરાતો હતો. જેમાં ચોક્કસ પાર્સલની ડીલેવરી જ્યાં કરવાની હોય ત્યાં તે શહેરમાં તેને મોકલીને હોટલમાં ે પાર્સલની ડીલેવરી લેવામાં આવતી હતી. બાદમાં આ પાર્સલને જે તે શહેરની સ્થાનિક પોસ્ટ ઓફિસમાંથી ગોવા પાર્સલ કરી દેવામાં આવતું હતું. આમ,કોલેસ નિકોવ એક મહિનામાં આઠ જેટલા શહેરોમાં  ડ્રગ્સના પાર્સલને રિસીવ કરવામાં આવતું હતું. જેના બદલાના એક ડીલ સમયે ૧૦૦ ડોલર મળતા હતા.   આમ, રશિયાના નાગરિક કોલેસ નિકોવની પુછપરછ મોટો ખુલાસો થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.  હાલ કોલેસ નિકોવની ધરપકડ હાલ બનાવટી દસ્તાવેજના કેસમાં કરવામાં આવી છે. જે બાદ એનડીપીએસના કેસમાં પણ તેના વિરૂદ્વ કાર્યવાહી થશે.

રશિયાના ડ્રગ્સ પેડલર પાસેથી  બનાવટી આધાર કાર્ડ , પાસપોર્ટ અને વિઝાનો પત્ર મળી આવ્યો

ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ મનાલીમાં આવેલા હોમ સ્ટેમાં દરોડો પાડીને  ડ્રગ્સ પેડલર કોલેસ નિકોવને ઝડપી લીધો ત્યારે તેની પાસેથી બે પાસપોર્ટ, બનાવટી આધારકાર્ડ , ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સ, અને ઇ વિઝાનો બનાવટી પત્ર મળી આવ્યો હતો. તેના સાત મહિનાના વિઝા પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર રીતે રહેતો હતો . તેને વિરૂદ્વ મુંબઇના વરલીમાં પ્રતિબંધિત ફોટોગ્રાફીનો ગુનો પણ નોંધાયો હતો. રશિયાના મોસ્કોમાં તેણે એન્જીનીયરીંગનો અભ્યાસ પણ કર્યો હતો.

દેશમાં ખુબ મોટા પ્રમાણમાં વિદેશી ડ્ગ્સ પેડલર સક્રિય

સાયબર સેલના અધિકારીના જણાવ્યા મુજબ હાલ દેશમાં ખુબ મોટા પ્રમાણમાં વિદેશી ડ્રગ્સ પેડલર સક્રિય છે. જે ઇન્ડોનેેશિયા, કેનેડા અને અમેરિકાથી આવતા પ્રિમિયમ ડ્રગ્સની ડીલેવરી લઇને સપ્લાય કરવાનું કામ કરે છે.  

ગોવા સહિત દેશમાં ે મોટા પ્રમાણમાં વિદેશી ડ્રગ્સ પેડલર સક્રિય

સમગ્ર દેશમાં સૌથી વધારે વિદેશી નાગરિકો ગોવા અને મનાલી તેમજ કસૌલીમાં આવે છે. પ્રિમિયમ ક્વોલીટીનું ડ્ગ્સ તેમની પહેલી પસંદ હોય છે.પરંતુ, ભારતમાં મળતું ડ્ગ્સ સારી ગુણવતાનું ન હોવાને કારણે તે વિદેશી ડ્રગ્સ માફિયા પાસેથી પાર્ટી ડ્રગ્સ ખરીદી કરે છે. પંરતુ, આ ડ્રગ્સની હેરફેર માટે ભારતના પેડલર નહી પરંતુ, રશિયા કે અન્ય દેેશોના ડ્રગ્સ પેડલરનો ઉપયોગ પાર્ટી ડ્રગ્સની હેરફેર માટે કરવા માટે થાય છે. આ માટે ટુરીસ્ટ વિઝા પર ભારતમાં આવીને લાંબા સમય સુધી ડ્રગ્સની હેરફેર કરવામાં આવે છે.

સમગ્ર દેશમાં ગોવા અને મનાલીમાં સૌથી વધુ પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ

સમગ્ર દેશમાં સૌથી વધારે વિદેશી નાગરિકો ગોવા અને મનાલી તેમજ કસૌલીમાં આવે છે. પ્રિમિયમ ક્વોલીટીનું ડ્ગ્સ તેમની પહેલી પસંદ હોય છે.પરંતુ, ભારતમાં મળતું ડ્ગ્સ સારી ગુણવતાનું ન હોવાને કારણે તે વિદેશી ડ્રગ્સ માફિયા પાસેથી પાર્ટી ડ્રગ્સ ખરીદી કરે છે. પંરતુ, આ ડ્રગ્સની હેરફેર માટે ભારતના પેડલર નહી પરંતુ, રશિયા કે અન્ય દેેશોના ડ્રગ્સ પેડલરનો ઉપયોગ પાર્ટી ડ્રગ્સની હેરફેર માટે કરવા માટે થાય છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW