ગજબ હો! આ ઘડિયાળના કાંટા ફરે છે ઉંધા

દાહોદના યુવાનને ઉંઘું પણ ગજબનું કામ કર્યું. એવી ઘડિયાળ બનાવી જે ઉંધી ચાલે સમય ખરો બતાવે છે. સમય ઉંધો ચાલે છે. એવું તો તમે બહુ લોકોના મોઢે સાંભળ્યું હશે. પરંતુ દાહોદમાં આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ ઉંધી ચાલે છે. આદિવાસી યુવાને અનોખી ઊંધી ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળની ખાસિયત એ છે કે સામાન્ય ઘડિયાળ કરતા આ વિરુદ્ધ દિશા એટલે ઊંધી દિશામાં ચાલે છે. આ ઘડિયાળ ડાબેથી જમણી બાજુ ફરે છે અને તેના આંકડા પણ ડાબેથી જમણી તરફ ફરે છે. આદીવાસી પરંપરા મુજબની આ ઘડિયાળ છે, જે હાલના સમયમાં ખુબ ઓછા લોકો પાસે જ જોવા મળે છે. આ ઘડિયાળને ખુબ જ જૂની ગણવામાં આવે છે. આદિવાસી સમુદાયે પ્રકૃતિને આધીન રહીને આ ઘડિયાળનું નિર્માણ કર્યુ છે. આ ઘડિયાળને આદિવાસી ઘડિયાળ અને પ્રકૃતિ ઘડિયાળ કહેવામાં આવે છે. આદિવાસી સમાજનું કહેવું છે કે જેમ બ્રહ્માંડ, પૃથ્વી સહિત સૌરમંડળ જેવી રીતે ફરે છે તે દિશામાં આ ઘડિયાળ ફરે તેવું તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઘણા લોકો પોતાના ઘરમાં આવી ઉંધી ઘડિયાળ રાખે છે. બીજા સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘર સુશોભન માટે કે યાદગીરી તરીકે રાખવા માટે મોટી સંખ્યામાં લોકો આ અનોખી ઘડિયાળ તરફ આકર્ષિત થયા છે.