આ છે બુદ્ધ ધમ્મ! મેલેરિયા ફેલાય તો પણ મચ્છરને નથી રંઝાળતા આ લોકો, કારણ જાણીને ચોંકી જશો

0

કોઈપણ જીવની હત્યા કરવી એ પાપ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક સંજોગો એવા બની જાય છે કે તેને મારવું ફરજીયાત બની જાય છે. જેમકે, મચ્છર. ઉનાળામાં મચ્છરો દરેક માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાય છે અને પછી તે લોકોના જીવને જોખમમાં મૂકે છે. લોકો મહાનગરપાલિકા અને સરકારને કોસતા રહે છે કે મચ્છરો મારવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં મચ્છર મારવાને પાપ માનવામાં આવે છે. અધિકારીઓ દવાનો છંટકાવ કરવા આવે તો પણ લોકો તેમની પાછળ પડી જાય છે. થોડા મહિના પહેલા અહીં મેલેરિયા ફેલાયો હતો, છતાં લોકોએ મચ્છરોને મારવા દીધા ન હતા.

આ પણ વાંચોઃ સાવધાન! ખૂબ જ ભયાનક છે આ સંયોગ, જાણો કેટલો ખતરનાક છે આ દિવસ

અમે વાત કરી રહ્યા છીએ ભૂટાનની. બૌદ્ધ દેશ હોવાના કારણે ભૂટાનમાં કોઈપણ જીવની હત્યા કરવી એ પાપ માનવામાં આવે છે. ભલે તે રોગ પેદા કરતા જીવાણુ હોય. આવી સ્થિતિમાં મેલેરિયાથી બચવા દવાનો છંટકાવ કરતા અધિકારીઓને હજુ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારી કર્મચારીઓ દવા છંટકાવ કરવા જાય છે ત્યારે લોકો હોબાળો કરી દે છે. થોડા વર્ષો પહેલા સ્થિતિ એવી હતી કે ઘરોમાં બળજબરીથી દવાનો છંટકાવ કરવામાં આવતો હતો. લોકો કહે છે કે મચ્છરમાં પણ જીવ છે અને તેને મારી શકાય નહીં. જોકે, હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. લોકો સમજી રહ્યા છે કે આ તેમના ભલા માટે છે.

આ પણ વાંચોઃ આ દેશોમાં 2050 સુધીમાં હશે સૌથી વધારે હિન્દુઓ, જાણો ભારતમાં કેટલી હશે આબાદી?

અહીં એક પણ મચ્છર જોવા મળતું નથી

જણાવી દઈએ કે દુનિયામાં એવો પણ દેશ વિશે જ્યાં એક પણ મચ્છર નથી. જી હાં, તમે બરાબર વાંચ્યુ અહીં એક પણ મચ્છર નથી. આ દેશનું નામ આઇસલેન્ડ છે, જે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત છે. માત્ર મચ્છર જ નહીં, સાપ અને અન્ય રખડતા જીવો પણ અહીં જોવા મળતા નથી. કરોળિયાની કેટલીક પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તે મનુષ્યો માટે એટલા જોખમી નથી. એક બીજી જગ્યા છે જ્યાં મચ્છર નથી મળતા, તે છે એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકામાં ખૂબ ઠંડી હોવાથી ત્યાં મચ્છર નથી. આઇસલેન્ડ પણ ખૂબ નીચું તાપમાન ધરાવતો દેશ છે. જે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

First published:

Tags: Ajab Gajab, Bhutan, Mosquito

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW