અમદાવાદ મેટ્રો કોર્ટે ‘દો ગુજરાતી ઠગ હૈ’ કેસમાં તેજસ્વી યાદવને 4 નવેમ્બરે હાજર થવા સમન્સ ઈશ્યૂ કર્યું

0

તેજસ્વી યાદવના નિવેદનનો ઓરિજિનલ વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

Updated: Oct 13th, 2023અમદાવાદઃ (Ahmedabad )ગુજરાતીઓને જાહેર મંચ પરથી ઠગ કહેવાના મામલે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે થયેલા કેસની અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. (Metro court)આજે 13 ઓક્ટોબરની સુનાવણી દરમિયાન તેજસ્વી યાદવ વતી મેટ્રો કોર્ટમાં સોમનાથ વત્સ વકીલ તરીકે  હાજર રહ્યાં હતા અને કોર્ટ સમક્ષ માફી અરજી મૂકી હતી. (Bihar dy Cm)અમદાવાદ મેટ્રો કોર્ટે માફી અરજી માટે એક દિવસનો સમય આપ્યો છે.(Tejasvi yadav) આ સાથે કોર્ટે 4 નવેમ્બરના રોજ તેજસ્વી યાદવને હાજર રહેવા ફરમાન કર્યું છે. અગાઉ કોર્ટે અનેક સાક્ષીઓને સાંભળ્યા હતા.સાક્ષીઓને સાંભળ્યા બાદ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

કોર્ટે તપાસ પૂર્ણ કરીને તેજસ્વી યાદવને સમન્સ ઈશ્યૂ કર્યું 

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદનનો ઓરિજિનલ વીડિયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 15 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેજસ્વી યાદવના નિવેદનથી ગુજરાતીઓની છબી ખરડાઈ છે. તેજસ્વી યાદવના આ નિવેદનને લઈને જુદાં જુદાં રાજ્યના લોકોમાં વૈમનસ્ય ઊભું થાય એવી સંભાવના છે. કોર્ટે તપાસ પૂર્ણ કરીને તેજસ્વી યાદવને સમન્સ ઈશ્યૂ કર્યું હતું, આજે કોર્ટ કાર્યવાહીમાં તેજસ્વી યાદવ તરફથી એડવોકેટ સોમનાથ વત્સ ઉપસ્થિત થયા હતા. સમન્સ સંદર્ભે તેમના અસીલે આજના દિવસ પૂરતી હાજરીમાં મુક્તિ માગી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને 4 નવેમ્બરના રોજ પ્લી-રેકોર્ડ કરવા જણાવ્યું હતું.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW