સોફા પર પગ લાંબા કરી, હાથમાં બિયર લઈને યુદ્ધની મજા માણે છે આ લોકો, બોમ્બ ફૂટતા જ મનાવે છે જશ્ન!

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ગાઝા પટ્ટીની પાસે ઈઝરાયેલની સરહદ પર એક પહાડી છે. જ્યાં દરરોજ સાંજે આ મહેફિલ સજાવવામાં આવે છે. સૂર્યાસ્ત થતાંની સાથે જ ઇઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટી પર બોમ્બ વરસાવવાનું શરૂ કર્યું. ઈઝરાયેલના લોકો આ જોઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. એટલા માટે ઘણા લોકો જૂના સોફા, ખુરશીઓ, તૂટેલા કારના કાચ લઈને આવે છે. બાદમાં તેના પર બેસીએ અને દૃશ્યનો આનંદ માણીએ. ત્યાં દેવદારના વૃક્ષની ડાળીઓ પર ઝૂલા પણ લગાવવામાં આવે છે. લોકો અહીં ઝૂલા પર બેસીને બોમ્બ ધડાકાનો આનંદ માણે છે. આ લોકો પોતાની સાથે બિયર, કોલ્ડડ્રિન્ક અને સ્નેક્સની બોટલો પણ સાથે લઈને આવે છે.
આ પણ વાંચોઃ કપડાને કડકડતાં રાખતા ઉપકરણને કેમ કહેવાય છે ‘ઈસ્ત્રી’? આવી રીતે થયું નામકરણ
બોમ્બ બ્લાસ્ટના ધુમાડા સાથે લે છે સેલ્ફી
રિપોર્ટ અનુસાર, શનિવારનો સમય હતો. પુરુષોનું એક ગ્રુપ બોર્ડરની નજીક પહોંચ્યું. ત્યાં લાગેલા ગ્લાસ પાઇપની ચારે તરફ એકઠા થયાં અને ધમાકાને રેકોર્ડ કરવા લાગ્યા. અમુક લોકો પાછળ જઈને બોમ્બ ફેંક્યા બાદ જે ધુમાડાના ગોટા વળ્યાં તેની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યાં. તેમજ તેઓ સ્માઈલ સાથે પોઝ પણ આપી રહ્યા છે. અમુક લોકો તો પોતાના બાળકોને પણ સાથે લઈને આવે છે તેથી યુદ્ધ જોઈ શકે. બોર્ડર પર આવેલું શહેર સેદ્રોતમાં એક પરિવાર ખુદ ઈઝરાયેલી ઝંડામાં લપેટીની પોતાની બાલ્કનીમાં આવે છે અને જયકારો લગાવવા લાગે છે. સીટીઓ વગાડે છે. જ્યારે સામે ગાઝાના વિસ્તારમાં તબાહી થઈ રહી હતી અને મિસાઇલોનો વરસાદ થઈ રહ્યો હતો.
Israelis sit on a hill to watch air strikes on Gaza, some bring drinks and snacks as they cheer the explosions a few miles away. 2014. pic.twitter.com/k5F9nT3hTH
— Muhammad Smiry(@MuhammadSmiry) February 6, 2017
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Going Viral, Israel, Israel Hamas conflict