કપડાને કડકડતાં રાખતા ઉપકરણને કેમ કહેવાય છે ‘ઈસ્ત્રી’? આવી રીતે થયું નામકરણ

ઘણીવાર જિજ્ઞાસુ લોકો તેને લઈને સવાલો કરે છે અને બાદમાં શરુ થાય છે ઈતિહાસને ખંગોળવાની પ્રક્રિયા. ઈન્ટકનેટ પર Quora એક એવું જ પ્લેટફોર્મ છે. જ્યાં લોકો આવા સવાલો પુછે છે. તેના પર એક યુઝરે પુછ્યુ કે, આખરે, કપડાં પ્રેસ કરનારા આયર્નને લોકો ઈસ્ત્રી શા માટે કહે છે. ઘણીવાર તો લોકો તેને સ્ત્રી પણ કહી દે છે તેની પાછળનું કારણ શું છે?
આ પણ વાંચોઃ આ સવાલે તો ભલભલાને ગોથે ચડાવ્યા! ગણિતના આ કોયડાએ કર્યુ મગજનું દહીં, શું તમે કરી શકશો સોલ્વ?
કેમ કહેવામાં આવે છે ઈસ્ત્રી?
કપડાં પ્રેસ કરનારી આયર્નને ઘણાં લોકો ઈસ્ત્રી કહે છે. આપણામાંથી ઘણાં લોકોએ આ નામ સાંભળ્યુ હશે પરંતુ, શું તમે જાણો છો કે આ ઈસ્ત્રી શબ્દ ક્યાંથી આવ્યો? આ સવાલના જવાબમાં એક યુઝરે તેની સંપૂર્ણ કહાણી જણાવી છે. તેણે જણાવ્યું કે, આ ઈસ્ત્રી શબ્દ ભારતીય શબ્દ નથી. જ્યારે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા, તો કપડાંની કરચલીઓને દૂર કરવા માટે તેઓ લોખંડ પણ સાથે લાવ્યા હતાં. તે લોકો તેને “Esticar” એટલે કે ઇસ્તકાર કહેતા હતાં. તે સ્પેનિશ ભાષામાં જઈશે ઈસ્તિરાર બની ગયું. જ્યારે ભારતીયોએ તેને અપનાવ્યું તો તે ઈસ્તરી અને બાદમાં ઈસ્ત્રી પણ કહેવામાં આવ્યું. અમુક લોકો તેને સ્ત્રી પણ કહી દે છે પરંતુ તે આ શબ્દનું સખત અભ્રંશ છે.
આ પણ વાંચોઃ ‘ચક્કી પિસીંગ એન્ડ પિસીંગ…’ દેશી ઘંટીનો દેશી જુગાડ! હવે લોટ દળવું થઈ ગયું આટલું સરળ
ભારતીયોનો અલગ અંદાજ
જ્યારે અંગ્રેજોના કપડાં પણ એવા હતા કે તેને પ્રેસ કરવાની વધુ જરુરત રહેતી હતી. વળી, ભારતીયોના કપડાં એવા હતાં કે, કરચલીઓ જ તેમની શાન હતી. પુરુષો ધોતી પહેરતા હતાં, જેમાં પાટલીઓ પાડવામાં આવતી હતી વળી, મહિલાઓ સાડી પહેરતી અને તેઓ પણ પાટલી પાડતી. વળી, સિલ્કના કપડાને તેઓ ઝાટકીને ખુલ્લા સુકવતા હતાં. તેથી, તેમાં કરચલી પડવાનો કોઈ પ્રશ્ન રહેતો નહતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Iron