ખનીજ ચોરોમાં ફફડાટઃ સાયલામાં કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ, 270 કરોડનો દંડ ફટકારાયો

0

બનાસકાંઠાના કાંકરેજમાં પણ ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતાં ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

Updated: Oct 2nd, 2023



સુરેન્દ્રનગરઃ (stealing minerals)ગુજરાતમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલવતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામમાં કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.(Department of Mines and Minerals) અહીં ગેરકાયદેસર ખોદકામ કરનારને 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ( fine of Rs 270 crore) દરોડા પાડીને ખાણ ખનીજ વિભાગ અને પોલીસે જીલેટીન સ્ટીક, ડીટોનેટર, ડમ્પર, હીટાચી મશીન જપ્ત કર્યાં છે. 

આશરે 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાયલાના સુદામડા ગામમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સપાટો બોલાવ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી 17 ડમ્પર, 7 હીટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુદામડાની સીમમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 14 સર્વે નંબરમાં કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું. આ ખનીજની ચોરી કરનારને ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં આશરે 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. તેમજ કુલ 27 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બનાસકાંઠાના કાંકરેજમાં દરોડા પાડ્યા 

બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીના ખનનની ફરિયાદ ઉઠી છે. ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસે 15 જેટલા ડમ્પર, 1 હિટાચી મશીન સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાણ ખનીજ વિભાગે શિહોરી પોલીસને સાથે રાખી મોટા જામપુરની બનાસ નદીમાં દરોડા પાડ્યા હતા.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW