હાઈકોર્ટમાં થયેલી પી. આઈ.એલ. મામલે અમદાવાદ મ્યુ.કમિશનરને નીચેના અધિકારીઓએ અંધારામાં રાખ્યા

0

૧ સપ્ટેમબરથી ઢોર ત્રાસ અટકાવ પોલીસીનો અમલ છતાં હાઈકોર્ટમાં ઓગસ્ટની એફિડેવીટ રજુ કરાતા કમિશનર ધુંઆપુઆ

Updated: Sep 27th, 2023


અમદાવાદ,બુધવાર,27
સપ્ટેમબર,2023

અમદાવાદના જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુનો ત્રાસ અટકાવવા
ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે.હાઈકોર્ટમાં થયેલી
પી.આઈ.એલ.મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને તેમના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા
અધિકારીઓએ અંધારામાં રાખ્યા હતા.૧ સપ્ટેમબર-૨૦૨૩થી શહેરમાં રખડતા ઢોરત્રાસ અટકાવ
પોલીસીનો અમલ શરુ કરાયો છે.આમ છતાં હાઈકોર્ટમાં ઓગસ્ટ મહિનામાં મ્યુનિ.તંત્રે
કરેલી એફિડેવીટ ઉપર સુનાવણી થતા નવેસરથી સોગંદનામુ કરવા હાઈકોર્ટે કરેલા આદેશના
પગલે મ્યુનિ.કમિશનર અધિકારીઓ ઉપર ધુંઆપુંઆ થયા હતા.પી.આઈ.એલ.ઉપર સુનાવણી ચાલતી હોય
તો મને તો તમે જાણ કરતા જ નથી એમ કહી અધિકારીઓનો ઉધડો લીધો હતો.

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે અમદાવાદમાં રોડ ઉપર રખડતા પશુઓનો
ત્રાસ અટકાવવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઝાટકણી કાઢતા ગ્રાઉન્ડ લેવલ
સુધીની કામગીરી કરવામા આવતી નહીં હોવાનું કહયુ હતુ.ઉપરાંત મ્યુનિ.ના
સી.એન.સી.ડી.વિભાગ સહિત કયા-કયા અધિકારીઓ અને કર્મચારીઓને રખડતા પશુ પકડવા અંગેની
જવાબદારી સોંપવામા આવી છે એ અંગે વિગતવાર ખુલાસા સાથે જવાબ રજુ કરવા આદેશ કર્યો
હતો.દરમિયાન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની એક બેઠક યોજવામા આવી
હતી.કમિશનરે શરુઆતમાં સી.એન.સી.ડી.વિભાગના અધિકારીને પી.આઈ.એલ.ની સુનાવણી હોય એમ
છતાં તમે મને જાણ કરતા નથી કહી ખુલાસો માંગતા સી.એન.સી.ડી.વિભાગના અધિકારીએ તેમણે
આ અંગે લીગલ વિભાગનો સંપર્ક કર્યો હોવાનુ કહેતા કમિશનરે લીગલ વિભાગના ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીને આડેહાથ લીધા હતા.કમિશનરે તમામ અધિકારીઓની
હાજરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને લીગલ વિભાગના અધિકારીને કહયુ
,૧ સપ્ટેમ્બરથી
નવી ઢોર ત્રાસ અટકાવ પોલીસી-૨૦૨૩નો અમલ શરુ કર્યો છે.આમ છતાં પોલીસીના અમલ બાદ
થયેલી રખડતા ઢોર પકડવા અંગેની કામગીરી સહિતની અન્ય કામગીરીના અપડેટ એફિડેવીટમાં
કયા કારણથી રજુ કરવામા ના આવ્યા.તમે હાઈકોર્ટમાં પી.આઈ.એલ.ની સુનાવણી ચાલતી હોય આમ
છતાં મને એક કે બે દિવસ પહેલા જાણ તો કરો.

નકકી કરીને કહો નવી એફીડેવીટની જવાબદારી કોની-મ્યુનિ.કમિશનર

૧ સપ્ટેમબર-૨૦૨૩થી અમદાવાદ મ્યુનિ.દ્વારા રખડતા ઢોરત્રાસ
અટકાવ પોલીસી-૨૦૨૩નો અમલ શરુ કર્યો છે.પોલીસીના અમલ બાદ કરવામાં આવેલી કામગીરીની
વિગત સાથેની એફિડેવીટ હાઈકોર્ટમાં રજુ કરવામા નહી આવતા મ્યુનિ.કમિશનર ઉપર પણ
હાઈકોર્ટે ખફગી ઉતારતા મ્યુનિ.કમિશનરે તંત્રના લીગલ તેમજ ઈન્ડસ્ટ્રીયલ રીલેશન
ડીપાર્ટમેન્ટ બંનેને નવી એફિડેવીટ બનાવી હાઈકોર્ટમાં રજુ કરવાની જવાબદારી કોની એ
નકકી કરી જવાબ આપવા આદેશ કર્યો છે.ચોકકસ સમયમાં જવાબ કમિશનરને  નહીં અપાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW