ગણેશ મૂર્તિ વિસર્જનને પગલે અમદાવાદના ૫૫ વિસર્જનકુંડ ઉપર ફાયર સ્ટાફ તૈનાત રહેશે

0

૧૪ સ્ટેશન ઓફિસર,૧૧ સબ ઓફિસર સહિત ૨૬૭ ના સ્ટાફને ખાસ ફરજ સોંપવામાં આવી

Updated: Sep 27th, 2023

     

  અમદાવાદ,બુધવાર,27 સપ્ટેમબર,2023

અમદાવાદમાં આજે અનંત ચતુર્દશી નિમિત્તે ભાવિકો દ્વારા
સ્થાપિત કરાયેલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે.શહેરના વિવિધ વિસ્તારમાં
મ્યુનિ.તંત્રે તૈયાર કરેલા ૫૫ વિસર્જન કુંડ ઉપર ફાયર સ્ટાફને તૈનાત રખાશે.૧૪
સ્ટેશન ઓફિસર
, ૧૧ સબ
ઓફિસર સહિત ૨૬૭ અધિકારી-કર્મચારીને ગણેશમૂર્તિ વિસર્જનને ધ્યાનમાં રાખી ખાસ ફરજ
સોંપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થલતેજ,બોડકદેવ તથા
ચાંદલોડિયા વોર્ડ ઉપરાંત સાયન્સ સિટી રોડ
,
પ્રેરણાતીર્થ રોડ સહિતના તમામ ઝોનના વોર્ડ વિસ્તારમાં આવેલા મ્યુનિ.પ્લોટમાં
ગણેશમૂર્તિ વિસર્જન માટેના કુંડ બનાવવામાં આવ્યા છે.સાબરમતી નદી નજીક ભદ્રેશ્વર
સ્મશાન પાસે
,રણમુકતેશ્વર
પાસે
,કોતરપુર
ગામ આગળ
, લાલબહાદુર
શાસ્ત્રી તળાવ
,સૈજપુર
તળાવ તેમજ છઠ ઘાટ
,ઈન્દિરાબ્રિજ
નીચે
,રિવરફ્રન્ટમાં
દધીચી બ્રિજ નીચે સહિત કુલ ૫૫ ગણેશમૂર્તિ વિસર્જન કુંડ ખાતે સવારથી લઈ મોડી રાત
સુધી ભાવિકો ગણેશમૂર્તિનું વિસર્જન કરવા પહોંચશે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ
ખડીયાના કહેવા મુજબ
, તમામ
સ્ટાફને બોટ ઉપરાંત જેકેટ
,
રસ્સા,જનરેટર,ઈમરજન્સી લાઈટ
તથા બચાવ કામગીરીના સાધનો સાથે તેમને સોંપવામાં આવેલા ફરજના સ્થળ ઉપર સ્ટેન્ડ ટુ
રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

ફાયર વિભાગનો કેટલો સ્ટાફ ફરજ બજાવશે

૧.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર

૨.એડીશનલ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર

૩. ૪ ડીવીઝનલ ફાયર ઓફિસર

૪.૧૪ સ્ટેશન ઓફિસર

૫.૧૧ સબ ઓફિસર

૬.૧૬૬ ફાયરમેન

૭.૪૭ ડ્રાયવર

૮.૨૩ જમાદાર

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW