વડોદરામાં અકસ્માતના બે બનાવ: વાહન ચાલક ટક્કર મારી ફરાર

Updated: Sep 23rd, 2023
વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર
વડોદરા શહેર અને નજીકના વિસ્તારમાં માર્ગ અકસ્માતના બે બનાવ નોંધાયા હતા. જેમાં ભાયલી કેનાલ રોડ પર મહિલાને ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે વાઘોડિયા તાલુકાના ભણિયારા ગામે બાઈક સ્લીપ થતા ચાલકને ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલા સત્યા ટાવરમાં રહેતા 47 વર્ષીય વિમલ જાનીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આઠમી તારીખે રાત્રે 8 વાગ્યે ભાયલી ગામમાંથી પાર્થ એક્રોપોલીસ રેસિડેન્સી કેનાલ રોડ પર પસાર થતી અજાણી ઇનોવા કારે તેમના પત્ની સ્વીટીબેનને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી બાદ કાર ચાલક નાસી ગયો હતો.
અકસ્માતના બીજા બનાવની મળતી વિગત મુજબ વાઘોડિયા તાલુકાના જરોદ ગામના લીમડી ફળિયામાં રહેતા 25 વર્ષ પીયુષ ચાવડા રાત્રે 10:00 વાગે ભણિયારા ગામમાં ઇસ્કોન મંદિર નજીકથી જઈ રહ્યા હતા. ત્યારે બાઈક સ્લીપ થયું હતું.