વડોદરાના વારસિયા વિસ્તારમાં નવી બંધાતી સાઈટ પર આઠમા માળેથી પટકાયેલા શ્રમજીવીનું મોત

Updated: Sep 23rd, 2023
image: Freepik
વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર
વારસિયા વિસ્તારમાં નવી બંધાતી સાઈટ પર આઠમા માળેથી પટકાયેલા શ્રમજીવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ વારસિયા રિંગ રોડ પર સાઇ પેરામાઉન્ટ નામે બંધાતી આઠ માળની બિલ્ડિંગમાં 22મી તારીખે સાંજે 5:40 કલાકે મૂળ ઉત્તર પ્રદેશના ગઢવાલ ગામના અને હાલ સાઈડ પર રહેતા 22 વર્ષીય કનૈયાકુમાર દુઃખવંતી રામ પ્રભાકર સેન્ટરિંગ નું કામ કરતા કરતા આઠમા માળેથી જમીન પર પડી જવાથી ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે વારસિયા રીંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું વારસિયા પોલીસે જણાવ્યું હતું.