‘એવરી ડે પ્લાન્ટેશન ડે’ના સૂત્ર ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 500 જેટલા વિવિધ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરાયું

0

ભાવનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે પર્યાવરણ પ્રત્યે લોકો ને જાગૃત કરવા અને આપણા જીવન માં વૃક્ષો નું મહત્વ સમજાવવા, વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ ગાર્ડન વિભાગ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 500 વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

 

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
યુવા પેઢીને પર્યાવરણ અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા શાળા તેમજ કોલેજના બાળકો દ્વારા આર.એસ.સી પરિસરમાં 200 જેટલા વૃક્ષો રોપાવવામાં આવ્યા હતા, જેમાં ‘સર પી.પી.ઇન્સિટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગર’ ના વિદ્યાર્થીઓ, ‘સ્પર્શ ફાઉન્ડેશન’ના બાળકો તથા બળવંતરાય પારેખ સ્કુલ, કળસારના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળકોને રુચિ વધારવા અનેક કાર્યક્રમો
ભાવનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લાગણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોઘોગિક વિભાગના ગુજકોસ્ટ દ્વારા આર.એસ.સી ભાવનગરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમા પાંચ અતિઆઘુનિક વિવિઘ ગેલેરીઓ ના માઘ્યમથી ‘STEM’ પ્રત્યે લોકોમાં જાણકારી અને રુચિ વઘારવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વૃક્ષો એ પર્યાવરણનું આવશ્યક ભાગ
આ કાર્યક્રમના ના ભાગ રૂપે રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરિશ ગૌસ્વામી દ્વારા ” પ્રાચીન ભારત અને વિજ્ઞાન ” વિષય પર એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે વૃક્ષો એ પર્યાવરણનું આવશ્યક અને અગત્યનો ભાગ છે. વૃક્ષોનું જતન કરવું એ આપણા તમામની ફરજ છે તેમ જણાવી ઉપસ્થિત તમામને વૃક્ષો વાવી તેનું જતન કરવા સૂચન કર્યું હતું. વૈશ્વિક પુનઃવનીકરણના પ્રયાસોમાં, ખોવાયેલા જંગલોને પુનઃસ્થાપિત કરવામાં, ક્ષતિગ્રસ્ત ઇકોસિસ્ટમને રિપેર કરવામાં અને આબોહવા પરિવર્તનને ઘટાડવામાં આ કાર્યક્રમ ફાળો આપશે, તેવી આશા થી “એવરી ડે પ્લાન્ટેશન ડે” ના સૂત્ર સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Source link

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW