BREKING NEWS / અમરેલીના મોટી કુંકાવાવ ખાતે રુ. ૪૩.૬૦ લાખના ખર્ચે આગામી સમયમાં અદ્યતન સુવિધાઓ સાથેનું પશુ દવાખાનાનું નિર્માણ થશે

0

અમરેલીના મોટી કુંકાવાવ ખાતે રુ. ૪૩.૬૦ લાખના ખર્ચે આગામી સમયમાં અદ્યતન સુવિધાઓ સાથેનું પશુ દવાખાનાનું નિર્માણ થશે

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે પશુ દવાખાનાના ખાતમુર્હૂતનો કાર્યક્રમ સંપન્ન

દાતાશ્રીઓના સહકારથી નવનિર્મિત પુસ્તકાલયનું મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું

અમરેલી તા. ૦૮ જુલાઈ,૨૦૨૩ (શનિવાર) 

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ અને વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી  શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે મોટી કુંકાવાવ ખાતે પશુ દવાખાનાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. મોટી કુંકાવાવ ખાતે દાતાશ્રીઓના આર્થિક સહયોગ સાથે નવનિર્મિત પુસ્તકાલયના લોકાર્પણનો કાર્યક્રમ પણ આ તકે યોજાયો હતો. મોટી કુંકાવાવ ખાતે જૂનું પશુ દવાખાનું કાર્યરત હતું તેમાં અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે માટે પશુ દવાખાનાની માંગ પશુપાલકોની હતી.  રુ. ૪૩.૬૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું પશુ દવાખાનું  નિર્માણ પામશે. ગ્રામ પંચાયત કચેરીનું મકાન જૂનું હતું તે મકાન નવું બનાવવામાં  આવ્યું અને તેમાં વાંચનની  પ્રવૃત્તિઓને વેગ મળી રહે તે માટે દાતાઓના સહયોગથી પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મોટી કુંકાવાવ અને આસપાસના અનેક ગામડાઓના વિદ્યાર્થીઓને વાંચન માટેની સગવડની સાથે વિવિધ પુસ્તકો પણ ઉપલબ્ધ બન્યા છે.

      મહત્વનું છે કે, પશુ દવાખાનાના નવા ભવનમાં અદ્યતન લેબોરેટરી, કોમ્યુટર રુમ, મેડિસિન રુમ, સ્ટોર રુમ, પશુઓની સારવાર અને પશુઓના રસીકરણ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. મોટી કુંકાવાવ ખાતે વિવધ વિકાસકામોના ખાતમુર્હૂત અને લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

  • Mr Rakesh Chavda
  • Team :- Anti Crime News Gujarat
  • Team :- ACNG TV
  • Contact :- 09104260007
  • News Gmails :- AntiCrimeNewsGujarat@Gmail.com
  • Web Visit :- WWW.ACNGTV.IN

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW