સુરત શિક્ષણ સમિતિના સભ્યોએ બુટ-ચપ્પલ પહેરી સરસ્વતી માતાની પ્રતિમાની બાજુમાં ફોટોસેશન કરાવતા વિવાદ

0

Updated: Sep 5th, 2023


– શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, સભ્યોએ કર્યું સરસ્વતી માતાનું અપમાન?  

– રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી વખતે અતિ ઉત્સાહમાં સમિતિના સભ્યોએ કરી મોટી ભૂલ

– ભાજપના સભ્યો દ્વારા બુટ ચપ્પલ પહેરીને સરસ્વતી માતાની પ્રતિમા અને પૂર્વ રાષ્ટ્રપતિની તસવીર આગળ ફોટોસેશન કરાવતા વિવાદ ઉભો થયો

સુરત,તા.5 સપ્ટેમ્બર 2023,મંગળવાર

પ્રતિનિધિ દ્વારા સુરત મંગળવારઆજે શિક્ષક દિવસથી ઉજવણી વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને સભ્ય માં સરસ્વતીની પ્રતિમા આગળ બુટ ચપ્પલ સાથે ઊભા રહીને અપમાન કર્યું હતું. ઉત્સવની ઉજવણીમાં શિક્ષણ સમિતિના ભાજપના સભ્યો માં સરસ્વતી માતાની પ્રતિમા અને પૂર્વ રાષ્ટ્રપતિની તસવીર આગળ બૂટ ચપ્પલ પહેરેલા ફોટા વાયરલ થતા વિવાદ ઉભો થયો છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી માટે કાર્યક્રમ રખાયો હતો. આ ખાસ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા શિક્ષકો સાથે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહા વિદ્યાના દેવી એવા સરસ્વતી માતાની પ્રતિમા અને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની તસ્વીર રાખવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની જાળવણીની મોટી મોટી વાત કરતા ભાજપના જ સભ્યો દ્વારા સરસ્વતી માતાની પ્રતિમા અને પૂર્વ રાષ્ટ્રપતિની તસવીર પાસે બુટ ચપ્પલ પહેરીને ફોટો સેશન કરાવ્યું હતું.

માં સરસ્વતીની આરાધના કરતા શિક્ષકોના કાર્યક્રમમાં જ ભાજપના સભ્યો દ્વારા બુટ પહેરીને થયેલા ફોટોસેશનના કારણે વિવાદ ઊભો થયો છે. સેકડો શિક્ષકોએ સરસ્વતી માતાનું અપમાન થતા જોયું તેમ છતાં એક પણ શિક્ષક શાસકોને બુટ ચપ્પલ કાઢીને સરસ્વતી માતાની બાજુમાં ઊભા રહેવા કહેવાની હિંમત કરી શક્યો ન હતો જે શિક્ષણ જગત માટે પણ શરમજનક વાત છે તેવી ચર્ચા શિક્ષણ સમિતિ અને પાલિકામાં થઈ રહી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW