સુરત પાલિકા આજથી ફક્ત મહિલાઓ માટેની પીંક બસ નો કરશે પ્રારંભ

0

Updated: Sep 17th, 2023

– સુરતના રસ્તા પર પિંક ઓટો બાદ હવે પીંક બસ દોડતી જોવા મળશે

– પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્ક થી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ દોડાવશે, આગામી દિવસોમાં ડિમાન્ડ બાહ બીજા રૂટ પણ શરૂ કરાશે

સુરત, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

સુરત મહાનગરપાલિકા પ્રદુષણ અટકાવવા માટે શરુ કરેલી સામુહિક પરિવહન સેવામાં ઈ બસ બાદ હવે ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે માટે આજથી પીંક બસ સેવા શરુ કરવા જઈ રહી છે. સુરત પાલિકા આજે સાંજે ચાર વાગ્યાથી ફક્ત મહિલાઓ માટેની બસ સેવાનો પ્રારંભ કરશે. પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્ક થી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ દોડાવશે, આગામી દિવસોમાં ડિમાન્ડ બાહ બીજા રૂટ પણ શરૂ કરાશે

સુરત પાલિકાએ શહેરમાં  સીટી અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરી છે તેમાં તબક્કાવાર હવે ડીઝલ બસ ના બદલે ઇલેક્ટ્રિક બસ દોડાવવા ની કામગીરી રહી છે. 2025 પુરૂ થાય ત્યાં સુધીમાં શહેરના તમામ રસ્તા પર ડીઝલ બસ ના બદલે ઈ બસ દોડતી જોવા મળે તે પ્રકારનું પાલિકા આયોજન કરી રહી છે.  પાલિકાના સામુહિક પરિવહન સેવા માં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. થોડા સમય પહેલાં પાલિકાની સામાન્ય સભામાં ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી હતી.

આ ડિમાન્ડ આજે પુરી થતી જોવા મળી રહી છે. આજે સાંજે ચાર વાગ્યાથી સુરત પાલિકા ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા જઈ રહી છે. સુરત શહેરના સરથાણા નેચર પાર્ક થી ઓ.એન.જી.સી.ના રુટ પર આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. સુરત પાલિકાના પદાધિકારીઓ મહિલાઓ માટે બનેલી પીંક બસની લીલી ઝંડી આપીને બસ સેવાનો પ્રારંભ કરાવશે. આ બીઆરટીએસ બસ સેવાનો પહેલો રુટ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્ક થી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ દોડાવશે, આગામી દિવસોમાં ડિમાન્ડ બાહ બીજા રૂટ  માટે પણ આયોજન કરશે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW