સુરત પાલિકાના સૌથી પહેલા મ્યુઝિયમમાં બનેલા અઠવા પોલીસ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવા માટે કવાયત

0

Updated: Aug 17th, 2023


– પાલિકાના સૌથી પહેલા મ્યુઝિયમની જગ્યા પાછી મળે તેવી શકયતા પ્રબળ બની

– સ્થાયી સમિતિમાં રજુઆત બાદ પાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરોએ સુચિત સ્થળની મુલાકાત લીધી, આસપાસના દબાણ હટાવવા માટે આવશે

સુરત,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર

સુરતના ઐતિહાસિક કિલ્લાના રિસ્ટોરેશન બાદ પાલિકાના ઐતિહાસિક મ્યુઝિયમમાં અઠવા પોલીસ મથકનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે, સમય બાદ આ જગ્યા નાની પડતાં રૂદરપુરા વિસ્તારમાં સરકારી જગ્યા પર પોલીસ મથક શરૂ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. ગત સ્થાયી સમિતિમાં રજુઆત થયા બાદ પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે પોલીસ અધિકારીઓ રૂદરપુરા જગ્યાનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જોકે, આ જગ્યાએ અનેક દબાણ હોય આ દબાણ દુર કરવામા આવે તો અઠવા પોલીસ મથકનું સ્થળાંતર થઈ શકે તો પાલિકાના મ્યુઝિયમની જગ્યા ફરી પાલિકાને મળી શકે તેવી શક્યતા વધી ગઈ છે. 

સુરત પાલિકાના મ્યુઝિયમમાં અઠવા પોલીસ સ્ટેશન બન્યા બાદ હવે આ જગ્યા ટ્રાફિકથી ભીડભાડવાળા સાથે જગ્યાની પણ અછત થઈ રહી છે. જો આ જગ્યામાંથી પોલીસ સ્ટેશન જાય તો પાલિકાને ફરીથી મ્યુઝિયમની જગ્યા મળી જશે તેવી રજૂઆત સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટે કરી હતી. ત્યાર બાદ આજે  અઠવા પોલીસ મથક માટે પ્રસ્તાવિત જમીનની આસપાસ આવેલા દબાણ સંદર્ભે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રસ્તાવિત પોલીસ મથકની આસપાસ આવેલા દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ અઠવા પોલીસ મથકના સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 અઠવા પોલીસ મથક માટે નિર્ધારિત કરવામાં આવેલ રૂદરપુરામાં પ્રકાશ બેકરી પાસેની જમીન આસપાસ દબાણ હોવાને કારણે આ સ્થલાંતર કરવામા આવ્યું ન હતું. આજે સ્થાયી સભ્ય વ્રજેશ ઉનડકટ અને કોર્પોરેટર અશોક રાંદેરીયા અને પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.  સ્થળે લાગુ લાઈન દોરીનો અમલ કરવામાં આવે તો રસ્તો ખુલ્લો થાય તેમ છે. જેને પગલે ત્રણ દુકાનો સહિત એક રહેણાંક મિલ્કતના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW