સુરત: પાલિકાના બસ સ્ટેન્ડ બાદ કેટલાક કોમ્યુનીટી હોલ પણ રેઢિયાળ હાલતમાં

0

Updated: Aug 20th, 2023

– કોસાડ આવાસ ખાતે બનાવેલો  કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં ઉપયોગ પણ થઈ નથી શકતો

– પ્રજાના વેરામાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલો કોસાડ કોમ્યુનીટી હોલ મેઇન્ટેનન્સ ના અભાવે ખંડેર બન્યો: અસામાજિક તત્વો લાઈટ, પંખા અને ટાંકીના ઢાંકણ ચોરી ગયા

પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર

સુરત મહાનગરપાલિકાની સીટી બસ સ્ટેન્ડ ખંડેર  બન્યા બાદ હવે મેઇન્ટેનન્સ ના અભાવે કોસાડ કોમ્યુનીટી હોલ પણ જર્જરિત થઈ રહ્યો છે. આ કોમ્યુનિટી હોલ માં ઝાડવા ઉગી નીકળ્યા હોવાના  કારણે તેનો ઉપયોગ થઈ શકતો નથી. પ્રજાના વેરામાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલો કોસાડ કોમ્યુનીટી હોલ મેઇન્ટેનન્સ ના અભાવે ખંડેર બની ગયો છે. પાલિકાની બેદાકરીના કારણે  અસામાજિક તત્વો લાઈટ, પંખા અને ટાંકીના ઢાંકણ ચોરી ગયા છે અને ટાંકીના ઢાંકણ ન હોવાથી કોઈ પડી જાય તો જીવ પણ જોખમમાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાના વેરાના પૈસામાંથી બસ સ્ટેન્ડ અને કોમ્યુનિટી હોલ સહિત પ્રજાલક્ષી અનેક પ્રકલ્પો બનાવે છે. પરંતુ કેટલાક વિસ્તારમાં પ્રકલ્પ બનાયા બાદ તેની જાળવણી કરવાનું પાલિકા ભૂલી રહી છે જેના કારણે પ્રજાના પૈસા થી બનાવેલા પ્રકલ્પ નો ઉપયોગ થતો નથી અને પ્રકલ્પો ખંડેર થઈ રહ્યાં છે. સુરતના બસ સ્ટેન્ડ બાદ હવે કોસાડ ખાતે બનાવેલો કોમ્યુનીટી હોલ પણ ખંડેર બની ગયો છે. 

કોસાડ આવાસ જર્જરિત હોવાની ફરિયાદ મળ્યા બાદ વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયા અને શોભના કેવડિયા કોસાડ આવાસ ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગયા હતા ત્યાં કોસાડ હોલની હાલત જોઈને ચોંકી ગયા હતા. માત્ર દસ વર્ષ પહેલા બનેલા કોમ્યુનિટી હોલની હાલત ખુબ જ દયનીય બની ગઈ છે કોસાડ કોમ્યુનિટી હોલનો એક પણ વાર ઉપયોગ થયો ન હોવા છતાં હોલ જર્જરિત થઈ ગયો છે. અનેક જગ્યાએ ઝાડવા ઉગી નીકળ્યા છે અને જીવજંતુ અહીં રહી રહ્યા છે. આ ગંદકીના કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. 

આ જગ્યાએ આંગણવાડી ચાલી રહી છે તેનો ઉપયોગ કેટલાક લોકો પોતાના ધંધા માટે કરી રહ્યાં છે તેમ છતાં પાલિકા તંત્ર કોઈ પગલાં ભરતું નથી. આ જગ્યાએ પાણીની ટાંકી બનાવવામાં આવી છે પરંતુ તેનું ઢાંકણું ન હોવાથી કોઈ બાળક કે કોઈ વ્યક્તિ પડી જાય તો જાન હાની થાય તેવી ભીતિ છે. આ ઉપરાંત આ કોમ્યુનિટી હોલ માં લગાવવામાં આવેલા લાઈટ અને પંખા અસામાજિક તત્વો ચોરી ગયા છે. પાલિકાની બેદરકારી ના કારણે  કોમ્યુનિટી હોલ ખંડેર બની ગયો છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW