સુરતમાં ભટારની સગીરાને લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું

Updated: Aug 17th, 2023
image : Freepik
– ગત ઓકટોબરમાં પરિચય થયો, તારા પરિવાર કરતા સારી રીતે રાખીશ એમ કહી પ્રેમજાળમાં ફસાવી હતી
સુરત,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
સુરતના ભટાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવકે સ્થાનિક વિસ્તારની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ દુષ્કર્મ કર્યાની ફરીયાદ ખટોદરા પોલીસમાં નોંધાય છે.
શહેરના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદ નગરમાં રહેતો સોયબ શફી શેખ નામના યુવકે ભટાર રોડ પર તડકેશ્વર નગર વિસ્તારમાં રહેતી સગીરા સાથે ઓક્ટોબર 2022 માં પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ સમયાંતરે વાત કરતા હતા અને વ્હોટ્સએપ ઉપર સતત સંર્પકમાં રહેતા હતા. દરમિયાનમાં સોયેબે ઘરે એકલો હતો ત્યારે કામના બહાને પોતાના ઘરે બોલાવી લગ્ન કરવાની અને તેના પરિવાર કરતા સારી રીતે રાખશે તેવી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ હતું. આ ઉપરાંત ફરવા લઇ જવાના બહાને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યા હતા. જેની જાણ સગીરાની માતાને થતા તેણીએ સોયેબ વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.