સુરતના સચિન-તસંગપુરમાં જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા

– ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો, પ્રેમિકાએ લગ્નનો ઇન્કાર કરતા પ્રેમી હેવાન બન્યો
સુરત,તા.14 સપ્ટેમ્બર 2023,બુધવાર
સુરતના સચિન-તલંગપુરમાં ત્રણ વર્ષના પ્રેમસંબંધમાં લગ્નનો ઇન્કાર કરનાર પ્રેમિકાને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી પ્રેમીએ હત્યા કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
(ડાબેથી આરોપી શૈલેષ અને મૃતક નીલુ)
સચિન નજીક તલંગપુરના સાંઇ દર્શન સોસાયટીમાં આજે ભર દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. સ્થાનિક વિસ્તારમાં રહેતી નીલુ ગુલામશંકર વિશ્વકર્મા (ઉ.વ. 19) ને છેલ્લા ત્રણેક વર્ષથી શૈલેષ રાધિકા વિશ્વકર્મા સાથે પ્રેમસંબંધ હતો. શૈલેષ નીલુ સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ નીલુએ ઇન્કાર કરતા તેઓ વચ્ચે ઝઘડો થતા શૈલેષે હેવાન બની પ્રેમિકાને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખી હતી.