સુરતના ડુમસના કાંદી ફળિયામાં પાલિકા દ્વારા સ્વાતંત્ર્યદિનની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ

0

Updated: Aug 16th, 2023


– ફાયર અને વોચ એન્ડ વોર્ડ વિભાગના જવાનોની પરેડ યોજવામાં આવી

– રાષ્ટ્રભકિત આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવી : વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવી

પ્રતિનિધિ દ્વારા, સુરત, બુધવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન સમારોહ કાદી ફળિયા મહાદેવ ઓવારા પાસે,ડુમસ ગામ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી.   આ કાર્યક્રમમાં રાષ્ટ્રભકિત આધારિત  વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવી હતી.  આ ઉપરાંત  વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં  નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ના રંગના બલુન ગગનમાં  વિહરતા કર્યા હતા.

સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રત્યેક ઝોનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે અઠવા ઝોનમાં ઉજવણી હોવાથી લોકોની લાગણીને માન આપીને  સુરતના ડુમસના કાંદી ફળિયામાં  પાલિકાના  સ્વાતંત્ર્યદિનની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.  સ્વાતંત્ર્યદિનની સોનેરી સવારે આ  વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી કરવામાં આવી હતી આ ઉપરાંત પાલિકા સંચાલિત દરેક સ્કુલના વિદ્યાર્થીઓ તેમના વિસ્તારમાં રેલી કાઢી હતી. 

ધ્વજ વંદન કર્યા બાદ મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે,  આજનો  દિવસ એટલે કે આત્મનિર્ભરતાનું નવું સોપાન,ભારતના વીર શહીદોને  વિશેષ વંદન કે જેના કારણે આપણે સ્વતંત્ર ભારત દેશમાં શ્વાસ લઇ શકીએ છીએ અને આપણા નવા ભારતના નિર્માણને નિહાળી શકીએ છીએ. ભારત જી-20 સંમેલનની અઘ્યક્ષતા કરી રહયુ છે. જેમણે વસુધૈવ કુટુમ્બકમની ભાવના ઉજાગર કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં છેવાડાના માનવીને સરકારની વિવિધ યોજનાઓ થકી આગળ વધારી રહ્યા છે. આપણે આઝાદીનો પર્વ ફક્ત એક દિવસ ઉજવતા જે આપણે હવે હર ઘર તિરંગા અભિયાન થી સ્વાતંત્ર્યદિન સુધી ત્રણ દિવસ ઉજવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે જ્યાં ઉચ્ચતર શિક્ષણ તથા વિવિધ 7 ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં ઇ-વ્હીકલ રજીસ્ટ્રેશન અને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં પણ સુરત પ્રથમ ક્રમે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત શહેરમાં સ્લમ ફ્રી સિટી બનાવવા માટે સઘન પ્રયાસોના પરિણામે શહેરમાં સ્લમ પોપ્યુલેશન 20% થી ઘટીને 6% થયુ છે. સુરત મહાનગરપાલિકા ઘ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન સુરત શહેરમાં એક સાથે શહેરીજનોએ યોગા કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ અંકિત કર્યું છે.

કાર્યક્રમ પ્રસંગે રાષ્ટ્રભકિત આધારિત  વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવ્યા હતા.  ત્યારબાદ લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનેએ માટે યોજાયેલ વેશભૂષા, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ. આ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ,વહીવટી ટીમ સહિતની  વિવિધ ટીમ તથા વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ પણ સન્માન કરવામાં આવ્યું હતું. દેશના તમામ રાજયોમાંથી આવી લોકો અહીં વસવાટ કરે છે એટલે સુરત મિનિ ભારત તરીકે પણ ઓળખાય છે. આગામી સમયમાં સુરત સિટીની સોલાર સિટી તરીકેની નવી ઓળખ પ્રસ્થાપિત થવાની છે.  ફાયર વિભાગ ઘ્વારા થર્મલ ઇમેજિંગ કેમેરા, હેન્ડ કંટ્રોલ કોમ્બી ટૂલ, પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન, લાઇફ જેકેટ, ફાયર બુલેટ, લાઇફ ડિટેકટર ડિવાઇસ, ટ્રાઇપોડ, ફોગ બ્રાન્ચ, કરટેઇન બ્રાંચ, પાયરોલેન્સ વોટર ગન સહિતના વિવિધ આધુનિક મશીન,ટેકનીક અને અવનવી સર્વીસીસ દ્વારા અપાતી સેવાનું લાઈવ પ્રદર્શન રાખવામાં આવ્યો હતો.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW