સુરતના અઠવા લાઈન્સમાં પીઠમાં દુઃખાવો ઉપડયા બાદ કોલેજીયન વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેકની શક્યતા

0

Updated: Aug 29th, 2023

image : freepik

– પુત્રના અચાનક મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ

સુરત,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે અઠવાલાઇન્સ ખાતે આજે મંગળવારે સવારે એક કોલેજીયન વિધાર્થીને અચાનક પીઠમાં દુખાવો ઉપડયા બાદ મોત નીપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટી ખાતે રહેતો 20 વર્ષીય નિર્મળકુમાર કનુભાઈ પટેલ આજે મંગળવારે સવારે ઘરે હાજર હતો. ત્યારે તેને અચાનક પીઠના ભાગે દુખાવો ઉપડ્યો હતો.જેથી પરિવારજનો તેને તરત નવી સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જ્યા ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યો હતો. નિર્મળના પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે નિર્મળ અઠવાલાઇન્સ ખાતેની કે.પી.કોમર્સ કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને એક ભાઈ બેંકમાં નોકરી કરે છે. તેના મોતને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. જ્યારે નિર્મળનુ પોસ્ટમાર્ટમ કરનાર ડોકટરે જણાવ્યું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે. પણ તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW