સાળંગપુરમાં ભીંત ચિત્રો હટાવવા બ્રહ્મ સમાજનું 5 તારીખ સુધીનું અલ્ટિમેટમ, ઉગ્ર આંદોલનની ચીમકી

0

ભીંતચિત્રો નહીં હટે તો રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર જઈને કરશે વિરોધ પ્રદર્શન

Updated: Aug 31st, 2023



અમદાવાદઃ સાળંગપુરમાં વિશાળ હનુમાનજીની પ્રતિમાની નીચેના ભાગમાં કોતરણી કરીને કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે, જે હનુમાનજીનું અપમાન હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. આ પ્રતિમાના ઉદ્ધાટન બાદ હવે કેટલાક દર્શનાર્થીઓનું ધ્યાન ગયું અને ફોટો-વીડિયો વાયરલ થતા મામલો સામે આવ્યો છે.  ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 

સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે.

સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો

જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું. સનાતન સાધુઓ કોઇ પણ વખત સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા નથી.તમે સનાતન ધર્મની વિરૂદ્ધમાં શા માટે વારંવાર જાવ છો? તમે મર્યાદામાં રહો અમને મર્યાદામાં રહેવા દો. ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજે જણાવ્યું હતું કે, હનુમાનજી આરાધ્ય દેવ છે, હનુમાનજી ન હોય તો સૃષ્ટી ન હોય એટલે એમને પવનતનય કહ્યા છે. હનુમાનજી સ્વામીને પગે લાગે છે હનુમાનજી દાસ થઇને રહે છે. આ ચિત્રો નિંદાને પાત્ર છે. સનાતન તો અનંત કાળથી છે અને હનુમાનજી યુગોથી છે. અમારા આરાધ્ય દેવને નીચા દેખાડવા એ યોગ્ય નથી. મહેરબાની કરીને તમે તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટુંકી કરવાનો પ્રયત્ન ન કરો.

સમાજે જાગ્રત થવાની ખૂબ જ જરૂર છે

હનુમાન દાદાના અપમાનને લઇ મોરારીબાપુએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે. આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, તેમની સેવા કરતા દેખાય છે. ત્યારે હવે વિચારો સમાજે જાગ્રત થવાની ખૂબ જ જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈપણ બોલ્યું નહોતું. હવે તમે બોલો.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW