સમાજને શરમાવે તેવી ઘટનાઃ પતિ અને સસરો પરીણિતાનો ન્યૂડ વીડિયો પોર્ન સાઈટ પર મુકી પૈસા કમાતા હતા

0

સસરાએ પુત્ર-પુત્રવધુના રુમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા વિરોધ કર્યો તો પતિએ કોઈ જવાબ ના આપ્યો

સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી

Updated: Aug 14th, 2023રાજકોટઃ શહેરમાં એક પરિણીતાએ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે તેના સસરાને એક મિલકતમાં ભાગીદારને છૂટો કરવો હોવાથી નાણાની જરૂર હતી. આ કારણસર સસરા તેના ન્યૂડ વીડિયો ઉતારી અને તેના લાઈવ શો કરાવતા હતા.જેમાં તેના પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. 

સસરાએ પુત્ર-પુત્રવધુના રુમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા

પરણીતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. પરિણીતાએ પોલીસને જણાવ્યા અનુસાર,પતિ દ્વારા તેના નેક્ડ વીડયો ઉતારવામાં આવતા હતા અને પતિ એ વીડિયો તેના સસરાને મોકલતો હતો. સસરા આ વીડિયો એક વોટ્સએપ ગ્રૃપમાં મુકતા હતા. તેમજ પતિ, સસરા અને સાસુ પણ આ વીડિયો જોતા હતા. પરિણીતા દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવતો પરંતુ પતિ તેને જવાબ આપતો ન હતો.પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સસરાએ પુત્ર-પુત્રવધુના રુમમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. જેનો વિરોધ કરતા પતિએ ભલે રહ્યાં તેમ જણાવી પરિણીતાને ચુપ કરાવી દીધી હતી. 

ન્યૂડ વીડિયો મુકવાથી આપણને લોકો ટોકન આપશે

પરિણીતા પતિ સાથે શારીરિક સંબંધ બાંધતી ત્યારે સસરા સીસીટીવી થકી પોતાના રૂમમાં સ્ક્રીનમાં આ દ્રશ્યો જોતા હતા. એક દિવસ પતિ અને સસરા પરિણીતાને એક હોટલમાં લઇ ગયા હતા અને જ્યાં અગાઉથી ત્રણ આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. બાદમાં સસરાએ પરિણીતાને કહ્યું હતું કે, મારો પુત્ર જે રીતે આ કોલગર્લ સાથે સંબંધ બાંધે એ પ્રમાણે તારે ઘરે તેની સાથે સંબંધ બાંધવાનો છે. પરિણીતાની ઇચ્છા ન હોવા છતાં પતિ તેની સાથે એ પ્રકારે સંબંધ બાંધતો હતો. એકાદ મહિના પૂર્વે સસરાએ પરિણીતાને જણાવ્યું હતું કે, એક પોર્નોગ્રાફી વેબસાઈટ છે. આ વેબસાઈટમાં તારા ન્યૂડ વીડિયો મુકવાથી આપણને લોકો ટોકન આપશે. 

ઇમોશનલી બ્લેકમેઇલ કરી પરીણિતા પાસે આ કૃત્યુ કરતા

આ ટોકન બીટકોઇનમાં બદલાશે અને ત્યારબાદ ભારતીય રૂપિયામાં કન્વર્ટ થઇ જશે. જેનો વિરોધ કરવા છતાં ઇમોશનલી બ્લેકમેઇલ કરીને પરિણીતા પાસે આ કૃત્ય કરાવવામાં આવ્યું હતું. પતિ અને સસરા તરફથી આ પ્રકારે અસહ્ય ત્રાસ આપવામાં આવતા પરિણીતા પોતાના પિયર જતી રહી હતી અને તમામ આપવિતી પોતાના માતા-પિતાને જણાવી હતી. તેમ છતાં પતિ, સાસુ અને સસરા તેને બળજબરીથી ઘરે લઇ આવ્યા હતા અને આ બધુ કરવા માટે દબાણ કરતા આખરે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ અર્થે પણ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓના વોલેટમાં કેટલા ટોકન જમા થયા છે. તેમજ આરોપીઓનું મૂળભૂત હેતુ પરિણીતાને એક્સપ્લોઇડ કરવાનો હતો કે પછી રૂપિયા મેળવવાનો હતો તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. 

સોશિયલ વેબસાઈટ પર લાઈવ ચેટ કરતા

રાજકોટ સાયબર ક્રાઇમ ACP વિશાલ રબારીએ મીડિયાને જણાવ્યું હતું કે, 2 વર્ષથી આ કપલ સંપર્કમાં હતા અને લગ્ન કર્યા હતા. પોર્નોગ્રાફી વીડિયો ઉતારી વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. આ ઘટના સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલી છે.અલગ અલગ કલમો હેઠળ અને IT એક્ટ હેઠળ પણ ગુનાની કલમો લગાવી છે. સોશિયલ વેબસાઈટ પર લાઈવ ચેટ કરતા અને જે વીડિયો અપલોડ થયા હશે તો તે ડીલીટ કરવા વેબસાઈટને રિપોર્ટ કરવામાં આવશે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW