સંકલન બેઠકમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની ઉગ્ર રજૂઆતઃ બેઠકમાં ઘેરાવ

0

– કચ્છમાં ૩૭૦૦ જેટલા શિક્ષકોની ખાલી જ્ગ્યાના મુદ્દે

– ભુજના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી યોગ્ય કરવાની ખાતરી

Updated: Aug 20th, 2023

ભુજ,શનિવાર

કચ્છ જિલ્લામાં વર્તમાન સમયમાં ૩૭૦૦ જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ૧૧૦૦ જેટલા શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઈ છે. પરિણામે, કચ્છ જિલ્લાના બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયેલ છે. ત્યારે, આજે સંકલન બેઠકમાં કોંગ્રેસના પ્રતિનિિધ મંડળે ઉગ્ર રજુઆત કરી હતી.

 કોંગી આગેવાનો કાર્યકરો  ધસી જઈ ,’ધારાસભ્ય સાંસદ મૌન તોડો ‘ કચ્છને ભણવું છે શિક્ષકો આપો’ ‘જન પ્રતિનિિધ હોશ મેં આવો ‘ જેવા આક્રમક નારાઓ સાથે પ્લે કાર્ડ લઈ અને સૂત્રોચાર કરી સંકલનની બેઠકમાં ઘેરાવ કર્યો હતો પરંતુ સંકલનની બેઠકમાં પાંચ જેટલા ધારાસભ્યો ,સાંસદ ગેરહાજર રહેતા કોંગ્રેસ પક્ષે જન પ્રતિનિિધ નિષ્ફળતા અને ગેરહાજરી બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને અટકાવતા મામલો વાધુ બીચકયો હતો. પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા નિવાસી અિધક કલેક્ટર એ દરમિયાનગીરી કરતા આગેવાનો કોન્ફરન્સ હોલમાં ઘસી જઈને ભુજ ધારાસભ્યને ઉગ્ર રજૂઆત સાથે શિક્ષણ સેવા સંવેદનશીલ મુદ્દે કચ્છના હિતમાં વિાધાનસભામાં અવાજ ઉઠાવી મૌન તોડવા ઉગ્ર રજૂઆત કરી હતી. કલેક્ટર  કચ્છ દ્વારા મધ્યસૃથી કરાતા કેશુભાઈ પટેલે વિાધાનસભામાં પ્રશ્ન ઉઠાવી યોગ્ય કરવાની ખાતરી પ્રચાર માધ્યમોની હાજરીમાં આપી હતી. અંજલી ગોર, ધીરજ ગરવા, કિશોરદાન ગઢવી વિગેરેએ રજુઆત કરી હતી.

સંકલન બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર દુઃખદ : કોંગ્રેસ પ્રમુખ

ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખયજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંકલન જેવી મહત્વની બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર રહેલ છે જે બાબતને સરહદી કચ્છ જિલ્લા માટે દુઃખદ ગણાવી હતી જાડેજાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિિધઓ આ મહત્વની બેઠકમાં ગેરહાજર રહેતા હોય તો તેઓને કચ્છના પ્રાણ પ્રશ્નો ની રજૂઆત કે ઉકેલમાં જરા પણ રસ નાથી એ બાબત સાબિત થાય છે જેાથી જન પ્રતિનિિધઓની નિષ્ફળતાનો જડબાતોડ જવાબ કચ્છના મતદારો આગામી લોકસભાની ચૂંટણીમાં આપશે એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભારએ જણાવ્યું છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW