વાપી : ઉમરગામના નારગોલ દરિયા કિનારે જહાજનો ગોળાકાર પાર્ટસ તણાઇ આવ્યો

Updated: Aug 9th, 2023
– મોટા જહાજના એન્કર સાથે જોડાયેલા મોટી ચેઇનવાળો ભાગ હોવાનું તારણ : પોલીસ પાર્ટસ કબ્જે લીધો
વાપી,તા.9 ઓગષ્ટ 2023,બુધવાર
ઉમરગામના નારગોલ દરિયા કિનારે ભરતી સાથે જહાજનો ગોળીબાર પાર્ટસ તણાઇ આવ્યો હતો. બનાવને લઇ લોકો એકત્રિત થઇ ગયા હતા. પોલીસે પાર્ટીનો કબજો લઇ તપાસ આદરી છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામના નારગોલ દરિયા કિનારે આજે બુધવારે ભરતીના ધસમસતા મોઝા સાથે કિનારે લોખંડનો મહાકાય પાર્ટસ તણાઇ આવ્યો હતો. સ્થાનિક માછીમારે પંચાયત અને લોકોને જાણ કરતા લોકો દોડી ગયા હતા.બાદમાં પોલીસ પણ પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસ મોટા જહાજનો પાર્ટસ હોવાનું તારણ બહાર આવ્યું હતું. મોટા જહાજના એન્કર સાથે જોડાયેલા મોટી ચેઇનવાળો પાર્ટસ પોલીસે કબ્જે લઇ તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ દરિયા કિનારે મોટાપ્રમાણમાં પ્લાસ્ટિકના જથ્થો તણાઇ આવતા રમણીય સુંદર દરિયા કિનારાની સુંદરતાને કચરાનું ગ્રહણ લાગ્યું હતું.