વાપીના મોરાઈ ગામે નિર્માણાધીન રેલવે ફ્લાય ઓવર પર આરસીસી ગર્ડર ધરાશાયી

Updated: Aug 6th, 2023
– આરઓબીની કામગીરી દરમિયાન ધટના બની : સદનસીબે કોઈ જાનહાની થઇ નહી
– હજી પુલની કામગીરી પૂર્ણ થઇ નહી અને ર્દુઘટના બનતા અનેક પ્રશ્નાર્થ ઉભા થયા
વાપી, તા. 06 ઓગષ્ટ, 2023, રવિવાર
વાપીના મોરાઇ ગામે નિર્માણ પામી રહેલા રેલવે ફ્લાય ઓવરની કામગીરી વેળા આરસીસી ગર્ડર તુટી પડતા ભારે દોડધામ મચી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.જો કે હજી પુલ પૂર્ણ થયો નથી અને ર્દુઘટના થતા કામગીરી અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા ગંભીરતા દાખવી આ મામલે તપાસ કરી પગલા ભરાય તે જરૂરી છે.
ઉમરગામના સંજાણ ગામે લગભગ સવા કિ.મી. સુધીનો રેલવે ફ્લાય ઓવર બનાવાયા બાદ ગણતરીના દિવસોમાં જ પિલ્લરના પોપડા ઉખડવાની સાથે એપ્રોચ રોડ પર ગાબડા પડી જતા કામગીરી સામે સવાલો ઉઠયા હતા. આ ઘટનાની તપાસ પણ પૂર્ણ થઇ નથી ત્યાં વાપીના મોરાઇ ગામે નિર્માણાધિન રેલવે ફ્લાય ઓવર પર ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. જે અંગે મળતિ વિગત મુજબ આજે રવિવારે સવારે રેલવે ફ્લાય ઓવરની કામગીરી દરમિયાન આરસીસી ર્ગડર તુટી પડતા ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. ધટનાને પગલે પીડબલ્યુડી વિભાગના અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. મોરાઇ ફ્લાય ઓવરની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હોવાછતાં હજી સુધી પૂર્ણ નહી થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજી આ પુલ પૂર્ણ થયો નથી અને ર્દુઘટના થતા કામગીરી અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા ગંભીરતા દાખવી આ મામલે તપાસ કરી પગલા ભરાય તે જરૂરી છે.