વલસાડ જીલ્લા અને સંઘપ્રદેશમાં પતેતીની શ્રદ્ધાભેર ઉજવણી

Updated: Aug 16th, 2023
– ઉદવાડાના પાક ઈરાનશાહ આતશ બહેરામ ખાતે આતશ (અગ્નિ) સમક્ષ પૂજા અર્ચના કરાઈ : સમાજના લોકોએ એકબીજાને મુબારકબાદ પાઠવ્યા હતા
– પારસી સમાજના લોકોએ ગુજરાત અને દેશના વિકાસમાં ભારે યોગદાન આપ્યું છે : નાણાંમંત્રી
વાપી,તા.16 ઓગષ્ટ 2023,બુધવાર
પારસીઓના પવિત્ર પર્વની તહેવાર નિમિત્તે આજે બુધવારે વલસાડ જીલ્લા અને સંધપ્રદેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પારસીઓના ઐતિહાસિક તિર્થધામ સમા ઉદવાડાના પાક ઈરાનશાહ આતશબ હેરામ ખાતે સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના કરી સમાજના લોકોએ એકબીજાને મુબારકબાદ પાઠવ્યા હતા.
પારસીઓના પવિત્ર તહેવાર પતેતીની સમગ્ર વલસાડ જીલ્લા સહિત સંધપ્રદેશમાં શ્રધ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જીલ્લાના ઉદવાડા સ્થિત ઐતિહાસિક તિર્થધામ પાક ઈરાનશાહ આતશ બહેરામ ખાતે જુદા જુદા શહેરોમાંથી પારસીઓ ઉમટી પડ્યા હતા. આજે બુધવારે સવારે સમાજના વડાદાની ઉપસ્થિતિમાં લોકો આતશ (અગ્નિસમક્ષ) શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદસમાજના લોકોએ એકબીજીને નવરોઝ મુબારકબાદ પાઠવી હતી.
ઉદવાડાના વડાસ્તુર ખુરશેદજી દસ્તુરજીએ જણાવ્યું હતું કે, આજે પારસીઓનું 1393મું વર્ષ શરૂ થયું છે. નવા વર્ષને લઇ ઠેરઠેરથી સમાજ લોકો આવી પૂજા અર્ચના કરી આશિર્વાદ લીધા હતાશ તેઓએ સમાજના લોકોને દુઆ આપતા કહ્યું કે આપણે શાંતિથી તંદુરસ્તી અને હર્યાભર્યા રહીએ એમ ઉમેરી આપણા પૂર્વજોએ જે રીતે દેશને આગળ વધાર્યુ છે તે રીતે આપણે પણ આગળ વધારીએ એમ જણાવ્યું હતું. આ પતેતીના દિને રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ પારસી તિર્થધામની મુલાકાત લઇ આશિર્વાદ લીધા બાદ જણાવ્યું કે એક વાત સમગ્ર વિશ્ર્વએ સ્વિકારી છે કે પારસી સમાજ શાંતિ પ્રિય પ્રજા છે. આ સમાજે સમાજના, ગુજરાત અને દેશના વિકાસમાં ખૂબ જ યોગદાન આપ્યું હોવાનું જણાવી શુભેચ્છા પાઠવી હતી.
વલસાડ, પારડી, સંજાણ, નારગોલ સહિતના વિસ્તારોમાં રહેતા પારસીઓએ પતેતીની ભારે ઉલ્લાસપૂર્વક ઉજ્વણી કરી હતી. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણનો પણ સમાજના લોકો એકત્રિત થઈ પર્વની ધાર્મિકમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી. પારસી અગિયારીમાં પતેતીના 10 દિવસ અગાઉથી મૃતકોના આત્માની માનિ માટે પ્રાર્થના કરી હતી.