વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા : ભુપેન્દ્ર પટેલ

Image : screen grab twitter |
દેશ 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સતત 10મી વખત તિરંગો ફરકાવ્યો છે ત્યારે વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. હાલ રાજ્યના મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
સીએમએ વલસાડને 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી
આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડોના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું. આજે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાઈ રહ્યો છે. આજે પોલીસ વિભાગે 1500 જેટલી પોલીસ બહારથી બોલાવી છે.
વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા : ભુપેન્દ્ર પટેલ
આજે ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા. આ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાવમાં આવશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે. આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ. આ સિવાય તેમણે કહ્યું હતું કે બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે, આદીજાતીના બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી છે, આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.
આજે 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાયા
સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 01 CRPF જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG) એનાયત કરવામાં આવ્યા છે, 229ને વીરતા માટે પોલીસ મેડલ (PMG) એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) 82 ને અને 642ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (PM) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 18 પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ADGP ગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે.
ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે સન્માનિત પોલીસ અધિકારીઓ
(1) ડો. રાજકુમાર પાંડિયનઃ ADGP( રેલવે)
(2) સંદિપસિંહઃ IGP( રાવપુરા, વડોદરા)
(3) ગિરિરાજસિંહ જાડેજાઃ( ADSP સીએમ સિક્યુરિટી)
(4) ફિરોજ શેખઃ (ACP અમદાવાદ શહેર)
(5) જોબદાસ સુર્યનારાયણપ્રસાદ ગેદ્દમઃ (ACP અમદાવાદ શહેર)
(6) સુરેન્દ્રસિંહ કુંપાવતઃ (DSP પંચમહાલ)
(7) મનોજકુમાર પાટીલઃ (સુરત PSI)
(8) પ્રવિણકુમાર દેત્રોજાઃ (વડોદરા PSI)
(9) ખીમજી ફાફલઃ (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)
(10) દિલિપસિંહ સોલંકીઃ (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)
(11) ભાર્ગવ દેવમુરારીઃ (દેવભૂમી દ્વારકા)
(12) રેખાબેન કેલાટકરઃ (ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
(13) ભરતસિંહ ગોહિલઃ (પીએસઆઈ સુરત)
(14) રાજેન્દ્રસિંહ માસાણીઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર ગાંધીનગર)
(15) કિર્તિપાલસિંહ પુવારઃ (પીએસઆઈ, સુરત)
(16) રવિન્દ્ર માલપુરેઃ (એએસઆઈ, વડોદરા)
(17) અશોક મિયાત્રાઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
(18) નિતા જાંગાલઃ (પીએસઆઈ, ગાંધીનગર)