વડોદરા : GST પોર્ટલ કામ નહીં કરતા કરદાતાઓ અટવાયા

Updated: Aug 12th, 2023
image : Freepik
– જુલાઈ-23નું GSTR-1 ભરવાની ડ્યુ ડેટની મુદત ન વધારી
– હવે આજથી પ્રતિદિન મુજબ પેનલ્ટી ભરવી પડશે
વડોદરા,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર
ગુજરાત સ્ટેટ ટેક્સબાર એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે જીએસટી પોર્ટલ કામ નહીં કરતું હોવાથી કરદાતાઓ જુલાઈ 23 નું જીએસટી આર- વન ભરી શક્યા નથી, જેથી તેની ડ્યુ ડેટ ની મુદત વધારવા માંગ કરી હતી. ગઈકાલે છેલ્લો દિવસ હતો અને મુદતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, એટલે આજથી જીએસટી આર -વન ભરવા બદલ પ્રતિદિન રૂપિયા 25 પેનલ્ટી ભરવાનો વારો આવશે, એટલું જ નહીં તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ એક મહિનો મોડી મળશે. પરિણામે ટેક્સ ક્રેડિટના સરકાર પાસે એક મહિનો રૂપિયા પડી રહેશે. બીજી બાજુ વેપારીને એક મહિનાનું વ્યાજ ગુમાવવું પડશે, અને જેટલા દિવસ જીએસટી આર વન મોડુ અપલોડ કરે એટલા દિવસની પેનલ્ટી ભરવી પડશે. જીએસટીઆર-વન એ વેપારીએ જે વેચાણ કર્યું હોય તેની વિગતો અપલોડ કરવાનું ફોર્મ છે.