વડોદરા લક્ષ કન્સલ્ટન્સી રાજ્યવ્યાપી કૌભાંડ: 1500થી વધુ ગ્રાહકો સાથે રૂ. 15 કરોડની ઠગાઈ

Updated: Aug 23rd, 2023
Image Source: Freepik
વડોદરા, તા. 23 ઓગસ્ટ 2023 બુધવાર
વડોદરા ની માંજલપુર સ્થિત લક્ષ કન્સલ્ટન્સી ના સંચાલકો દ્વારા વિદેશ મોકલવાના બહાના હેઠળ રાજ્યના વિવિધ શહેરો ના 1500થી વધુ ગ્રાહકો સાથે રૂ.20 કરોડની ઠગાઈ કર્યાની માહિતી બહાર આવી છે.
રાજ્યભરમાં સુરત, વાપી, વ્યારા ,સૌરાષ્ટ્રમાં ભાવનગર,દ્વારકા, જામનગર,રાજકોટ સહિત ઠેક ઠેકાણેથી ભોગ બનેલા અનેક વિદેશ જવા ઈચ્છા ધરાવનારા ગ્રાહકો વડોદરા ખાતે માંજલપુર સ્થિત લક્ષ કન્સલ્ટન્સીની ઓફિસે પહોંચી ગયા હતા પરંતુ આ ઓફિસે મકાન માલિક દ્વારા ચોંટાડેલી નોટિસ જોઈ સૌ વિલા મોઢે માંજલપુર પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના પોલીસ અધિકારીને તમામે રજૂઆત કરી હતી.
વિદેશ જવા ઈચ્છા ધરાવનારા ભોગ બનેલા ગ્રાહકો પૈકી મોટાભાગના યુવાનો હતા જ્યારે ભોગ બનેલી યુવતીઓ માત્ર આંગળીના વેઢે ગણાય એટલી જ હતી. ભોગ બનનાર તમામ ગ્રાહકોએ લક્ષ કન્સલ્ટન્સી ના ભાગીદારોને આપેલા નાણાની અવેજીમાં કોઈ કામગીરી નહીં થતા ઓફિસમાંથી આપેલા પોસ્ટ ડેટેડ ચેક બેંકમાંથી બાઉન્સ થયા નહીં વિગતો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં પહોંચતા જ જાણ થઈ હતી કે તમામ આરોપીઓના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે.જેથી પોલીસ આરોપીઓને લઈને તપાસ સાથે નીકળી હોવાની ભોગ બનેલા ગ્રાહકોને જાણ થઈ હતી.
માત્ર રૂપિયા એક લાખ પ્રોસિજર પેટે આપીને આયર્લેન્ડ ફિનલેન્ડ પોર્ટુગલ પોલેન્ડ ન્યૂઝીલેન્ડ ક્રોસિયા યુ.એસ.એ દુબઈના વર્ક પરમીટ વિઝા માટે ત્રિપુટી આરોપીઓએ બાકીના નાણા વિદેશ પહોંચીને કામ ધંધે લાગ્યા બાદ આપવા હથેળીમાં ચાંદ બતાવ્યો હતો. જેથી વિદેશ જવા રાજ્યભરના ઈચ્છુકોની રોજિંદી લાઈન લાગતી હતી. ત્યારે બીજી બાજુ વિદેશ જવા માટે લાઈન લગાવનાર ગ્રાહકોના નાણા ઉઘરાવવામાં ત્રણેય આરોપીઓ મશગુલ બની ગયા હતા.
વિદેશ જવા માટે અનેક ઈચ્છુ કોઈએ પોતાના પરિવારના મોભીની પરસેવાની કમાણીના નાણાં વિદેશ જવાની લાલચે ત્રિપુટીઆરોપીના ચરણોમાં ધરી દીધી હતી. પરંતુ નાણાં ભર્યા બાદ કોઈપણ જાતની પ્રોસિજર નહીં થતા ગ્રાહકોમાં એક જાતની હતાશા વ્યાપી હતી. પરિણામે નાણાની ઉઘરાણી કરવા ઓફિસે ધક્કા ખાનારાને પોસ્ટડેટેડ એડવાન્સ ચેક આરોપી ત્રિપુટી પોતાના બેંક ખાતામાં પૂરતા નાણા ન હોવા છતાં ચેક આપી દેતા હતા. પરિણામે ગ્રાહકો નિયત તારીખે પોતાના બેંક ખાતામાં ચેક જમા કરાવતા અપૂરતા નાણાના કારણે આરોપી ત્રિપુટી ના બેંક ખાતામાંથી ચેક બાઉન્સ થવા માંડ્યા હતા. જેથી તમામને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થતા વડોદરા ની લક્ષ કન્સલ્ટન્સી ઓફિસે આવતા હતા પણ ત્યાં આરોપી ત્રિપુટી માંથી કોઈનો પણ સંપર્ક થતો ન હતો.
દરમિયાન વડોદરા ખાતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી ત્રિપુટી સામે ફરિયાદ નોંધાયાની જાણ થતા જ ભોગ બનનાર ગ્રાહકોના ધાડેધાડા માંજલપુરની ઓફિસે તારા સહિત નોટિસ જોઈને જોઈને ત્યાંથી માંજલપુર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.