વડોદરા : પોકસોના કેસમાં આરોપીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ સાથે પીડિતાને વળતર પેટે રૂ. 20 હજાર ચૂકવવા અદાલતનો હુકમ

0

Updated: Aug 21st, 2023

વડોદરા,તા.21 ઓગસ્ટ 2023,સોમવાર

ટ્યુશનમાં જતા તથા ગરબા રમતા સમયે સગીર વયની વિદ્યાર્થીનીનો અવારનવાર હાથ પકડી છેડતી કરી જો કોઈને જાણ કરે તો પિતાને મારી નાખવાની તથા સમાજમાં બદનામીની ધમકી અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને પોકસોના ગુનામાં કસરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદ સાથે રૂ. 5 હજારનો દંડ તથા પીડિતાને ગુજરાત વિકટીમ કંપેન્સેશન યોજના ની જોગવાઈ મુજબ વળતર પેટે રૂ. 20 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો.

વર્ષ 2019 દરમિયાન ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીને ટ્યુશન જતી વખતે અવારનવાર રસ્તામાં રોકી આરોપી કિરીટ પર્વતસિંહ રાઠોડ (રહે – આશાપુરી રેસીડેન્સિયલ, ઊંડેરા, વડોદરા) એ હાથ પકડી કોઈને કશું કહીશ તો તારા પપ્પાને જાનથી મારી નાખીશ અને તારી મમ્મીની ઈજ્જતના ધજાગરા ઉડાવી દઈશ તેવી ધમકી આપી હતી. નવરાત્રીમાં પણ ગરબા રમતી વખતે ચાલુ ગરબામાં હાથ પકડી લીધો હતો. જેથી સગીરાના પિતાએ આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ 354 એ /(1)  તથા પોક્સો એક્ટની કલમ 12, 18 મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. જે અંગેના કેસની વડોદરાની સ્પે. ( પોક્સો ) કોર્ટ અને થર્ડ એડિશનલ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એપીપી પી.સી. પટેલએ દલીલો કરી હતી. અને પીડિતાના ફરિયાદી પિતા તથા માતા તેમજ સાક્ષીઓએ ફરિયાદની હકીકતને સમર્થન આપ્યું છે. પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી કલમ 164 મુજબનું નિવેદન આપ્યું છે. આરોપી વિરુદ્ધ આવા જ પ્રકારનો આ ત્રીજો ગુનો છે. જેથી આરોપી સામેના ગુનાની ગંભીરતા અને બનાવ જે રીતે બન્યો છે તે સંજોગો ધ્યાને લઈ આરોપીને મહત્તમ સજા કરવી જોઈએ. જ્યારે બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી બી.ટી. પ્રજાપતિએ દલીલો કરી હતી કે, મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનમાં વિરોધાભાસી હકીકત જણાવેલ છે. પીડિતા બસમાં ટ્યુશન જતી હોય અને અન્ય ટ્યુશનના વિદ્યાર્થીઓ આવતા હોય ભીડભાડ વાળા વિસ્તારમાં મદદ માટે બુમ ના પાડે તેમજ કોઈ વ્યક્તિએ અથવા વિદ્યાર્થીએ બનાવ ન જોયો હોય તે શંકા ઉપજાવે છે. ઉલટ તપાસમાં ઘણો વિરોધાભાસ આવે છે. જ્યારે ગરબા સ્થળે કોઈએ છેડતી કરતા જોયેલ નથી. અથવા ભોગ બનનારના ભાઈ, મિત્રોના નિવેદન નોંધવામાં આવ્યા નથી. અત્રે નોંધનીય છે કે, અદાલતે નોંધ્યું હતું કે, 354 એ /(1)  તથા પોક્સો એક્ટની કલમ 12 મુજબના ગુનાના તત્વો એક સરખા હોય 354 એ /(1)  હેઠળ સજા કરવામાં આવતી નથી.

પીડિતા માતા પિતા , સાક્ષીઓ અને પોલીસની જુબાનીથી સમર્થન ; ન્યાયાધીશ

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ સ્પે. જજ (પોકસો કોર્ટ) અને ત્રીજા અધિક સત્ર ન્યાયાધીશ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોધ્યું હતું કે, હાલના કેસમાં પીડિતાના માતા પિતા , સાક્ષીઓ અને પોલીસની જુબાનીથી સમર્થન મળ્યું છે. આરોપી વિરુદ્ધ એક જ પ્રકારના ત્રણ ગુનાઓ નોંધાયા છે. અને અગાઉ વર્ષ 2018 દરમ્યાન પણ આરોપી પોકસોના ચુકાદામાં સજા ભોગવે છે. આરોપીએ પીડિતાપાસે પોતાનું ધાર્યું કરાવવા માટે તેણે ઉપર દબાણ કરવા મોબાઈલ ચોરીનો ખોટો આક્ષેપ લગાવ્યો હતો. ફરિયાદ પક્ષ ગુનો પુરવાર કરવામાં નિ: શંકપણે સફળ રહેલ છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW