વડોદરા પાસે રાજુપુરા ગામે ખેતરમાંથી પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યુ

Updated: Aug 17th, 2023
વડોદરા,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
વડોદરા નજીક એક ખેતરમાંથી વધુ એક વખત મહાકાય અજગર મળી આવવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરાના સિંધરોટ નજીક આવેલા રાજુપુરા ગામે આજે સવારે ભીખાભાઈ રણછોડભાઈના ખેતરમાં ખેડૂત ઘાસ કાપી રહ્યા હતા તે દરમિયાન પાંચ ફૂટનો અજગર સામે આવી ગયો હતો.
ખેડૂતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ઓફિસે લઈ જવાની તજવીજ કરી હતી. અજગરને થોડા સમયમાં સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે.
નોંધનીય છે કે, વડોદરામાં પોર અને કરજણ જેવા વિસ્તારોમાં મહાકાય અજગર મળી આવવાના વારંવાર બનાવો બનતા હોય છે. જેમાં આજે વધુ બનાવ ઉમેરાયો હતો.