વડોદરા પાસેથી ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું : 3 ટેન્કર, કેરબા, મોબાઈલ સહિત 29.72 લાખનો મુદ્દામાલ કબ્જે

Updated: Sep 16th, 2023
image : Freepik
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
વડોદરા મંજુસર રોડ પર આવેલ આસોજ ગામની સીમમાં રાજ ટ્રાન્સપોર્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં ડીઝલ ભરેલી ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરવાનું નેટવર્ક સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે રાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં આજવા રોડ આઈસા પાર્ક સોસાયટીમાં રહેતો નાઝીર મહંમદ બસીર મહંમદ મકરાણી ડીઝલ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતો હતો. તેણે ડીઝલ ભરેલી ટેન્કરોના ચાલક નાગેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાજપુત તેમજ કલ્પેશ હરમાન ઠાકોરનો સંપર્ક કરીએ ટેન્કરો ટ્રાન્સપોર્ટની ઓફિસના કમ્પાઉન્ડમાં લાવી ડીઝલની કારબામાં ચોરી કરી હતી. ડીઝલ ચોરી દરમિયાન જ વિઝીલન્સે દરોડો પાડી ત્રણ ટેન્કર ડીઝલ ભરેલા સાત કેરબા ત્રણ મોબાઇલ મળી 29.72 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અને ત્રણે આરોપીઓની ધરપકડ કરી મંજુસર પોલીસને સોંપી દીધા હતા.