વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે 71 જગ્યાની સીધી ભરતી કરાશે

0

Updated: Aug 12th, 2023


– 36 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 35 ફિમેલ હેલ્થ વર્કરની ભરતી માટે આજથી ઓનલાઇન અરજી મંગાવી

– પગાર ખર્ચ સરકાર આપશે

– આ તમામ જગ્યા બદલી પાત્ર છે

– માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયશી નિમણૂક થશે

વડોદરા,તા.12 ઓગષ્ટ 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ 36 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 35 ફીમેલ હેલ્થ વર્કરની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. આ માટે આજથી કોર્પોરેશનની વેબસાઈટ પર તારીખ 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. આ ભરતી પ્રક્રિયા હાલમાં ખાલી રહેલી અને ભવિષ્યમાં ખાલી પડનાર કે ઉભી થનાર જગ્યા માટે કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યૂ અંગે કોર્પોરેશન નિર્ણય કરશે. આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા થનાર છે, અને તે મુજબ રાજ્ય સરકારને જરૂર જણાય તો પગાર ખર્ચની જોગવાઈ મુજબ ઉમેદવારને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઈ જઈ શકશે અને સરકારના કોઈપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે, એટલે કે આ તમામ જગ્યા બદલી પાત્ર છે. આ ભરતીમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઊભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી કે વેઇટિંગ લિસ્ટ પૈકી રોસ્ટરનો ક્રમ જાળવીને કરવામાં આવશે. ઉકત 71 જગ્યામાંથી સામાન્ય અને મહિલા માટે 50 બિન અનામત છે. આ તમામ જગ્યાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ જગ્યાની મુદત સરકારની મંજૂરીને આધીન રહેશે, અને કોર્પોરેશન ની જવાબદારી નક્કી થશે નહીં. આ જગ્યા ઓ માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયસી નિમણૂક થશે, ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતા નિયત પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવા વિચારણા કરવામાં આવશે .અત્રે એ ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં હજી થોડા વખત પહેલાં 11 મહિનાના કરાર આધારિત 554 વર્કરની ભરતી કરાઈ હતી. જેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ વર્કરનો સમાવેશ થતો હતો. જે વાહક જન્ય અને પાણીજન્ય કામગીરીમાં હાલ કાર્ય કરી રહ્યા છે.

Source link

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW